Friday, 25 February 2022

ચરોતર ગેસ વિરુદ્ધ હાડગુડ ગામના ખેડૂતો દ્વારા આવેદન પત્ર

SHARE
ચરોતર ગેસ વિરુદ્ધ હાડગુડ ગામના ખેડૂતો દ્વારા  આવેદન પત્ર 
          આણંદ નજીક આવેલ હાડગુડ ગામ ના ખેડૂત અરજદાર  સૈયદ મો રિઝવાન તથા અન્ય બીજા ખેડૂત મિત્રો એ 30/11/2021 ના રોજ ચરોતર ગેસ દ્વારા ખેડૂત અરજરદાર  તેમજ ગ્રામ પંચાયત ને કોઈ પણ જાતની પરમિશન મેળવ્યા વગર ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા કોમર્શિયલ ઉપયોગ માટે લઈ  જવામાં આવતી  લાઈન નુ  અરજદાર તથા ખેડૂતો દ્વારા અહીં ખોદકામ ન કરવું તેવી વિનંતી કરવામાં આવી હતી આમ છતાં પણ નફટાઈ થી ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા ખોદકામ કામ કરવામાં આવ્યું અને સદર ખેડૂત કામ રોકવા જતા તેઓને જણાવેલ કે અમોને ઉપલા ધોરણે પરમિશન મળી ગયેલ છે  જ્યારે આ કામ અટકાવવામા ના આવે તો ખેડૂતો ને હાલ અને ભવિષ્ય માં (જેવા કે નાના મોટા વૃક્ષો નીકંદન નહેર ના પાણી ના ઢાળિયા. ને બોરકુવા ના પાણી ની કુંડી ને.) હાલ નુકસાન થાય તેમ છે અને ભવિષ્ય માં પણ આ હાલાકી પડે તેમ છે જ્યારે હાડગુડ ગામના આગેવાને ચરોતર ગેસ સહકારી મંડળીના કર્મચારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે સત્તા અમારી પાસે છે.લાઈન નુ ખોદકામ ચાલુ રાખવામાં આવશે એમ જણાવેલ જ્યારે અરજદારો એ  અરજ કરી છીએ સદર લાઈન નુ કામ હાડગુડ હદ વિસ્તાર થી બહાર એટલે કે રોડ ની સામે ની સાઈડ નાખવામાં આવે સાથે
     ચરોતર ગેસ સહકારી મંડળી દ્વારા હાડગુડ ગ્રામ્યને લગતા પોલીસ સ્ટેશનમાં લાઈનનુ ખોદકામ કરવા પોલીસ બંદોબસ્ત ની માગ પણ કરવામાં આવેલ  છે જે પણ સત્તા નો દૂરઉપયોગ કરી રહ્યા છે.જો આ કામ અટકવામાં નહી આવે તો હાડગુડના સર્વે ખેડૂતો ગાંધી ચીદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું તેઓએ ચીટનિશ અધિકારીને આપેલ આવેદનપત્ર માં જણાવ્યું હતું આ સાથે આણંદ જિલ્લા મુખ્ય પોલીસ અધિક્ષક અને આણંદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક ને નકલરવાના કરવાના હોવાનું જણાવ્યું હતું

--કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: