Thursday, 24 February 2022

કચ્છ અંજારમાં સાહિત્યિક ક્ષેત્રે રચાયેલ ઈતિહાસમાં કચ્છના વતની, કચ્છી લોહાણા સમાજના મુંબઈ થાણેના ગીતાબેન ઠક્કર "ગીત" ના હિંદી કાવ્ય સંગ્રહ 'સફ્હા એ અહેસાસ'ને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

SHARE

કચ્છ અંજારના અને મુંબઈ થાણે  સ્થાયી થયેલા કચ્છી લોહાણા સમાજના સુશ્રી ગીતા ઠક્કર "ગીત"એ હિંદી કાવ્ય સંગ્રહ "સફ્હા એ અહેસાસ"ના વિમોચન દ્વારા એશિયન બુક્સ ઓફ રેકોર્ડ અને ઇન્ડિયન બુક્સ ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. જે બદલ મુંબઈ અને અંજારમાં વસતા કચ્છી લોહાણા સમાજ ગર્વ અનુભવે છે.
  તા.૨૨/૨/૨૦૨૨ના રોજ નેક્ષશ પબ્લિકેશન્સ અને સંકલ્પ સાહિત્ય સમૂહનાં ઉપક્રમે ૫૦થી વધુ પુસ્તકોનાં વિમોચનનો કાર્યક્રમ ઓનલાઇન સાથે ઓફલાઇન કવિયત્રી ગીતા ઠક્કરની જન્મભૂમિ કચ્છના અંજારમા યોજાયો હતો.
એક દિવસમાં સૌથી વધુ પુસ્તકના વિમોચનના વિક્રમની નોંધ  એશિયન બુક્સ ઓફ રેકોર્ડ અને ઇન્ડિયન બુક્સ ઓફ રેકોર્ડ ધ્વારા લેવામાં આવી છે.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: