વડોદરાના માંજલપુર અલવાનાકા પાસે માંજલપુર યુથ કોંગ્રેસ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
વડોદરા ના માંજલપુર વિસ્તાર ના વોર્ડ નંબર ૧૮ માં આવેલ અલવાનાકા પાસે માંજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસ આયોજિત તેમજ સરકારી આયુર્વેદ દવાખાના સયાજીગંજ ના સહયોગ થી નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ વિધાનસભા યુથ કોંગ્રેસ નાં પૂર્વ અધ્યક્ષ પાર્થ પટેલ ની આગેવાની હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલા , જયદીપ ગોહિલ તેમજ માંજલપુર કોંગ્રેસ નાં કાર્યકરો ની ઉપસ્થિતિ માં કેમ્પ યોજયો હતો.આ કેમ્પ માં સરકારી આયુર્વેદ દવાખાના નાં વૈદ્ય છાયા વોરા દ્વારા સારવાર અપાઇ હતી તેમજ આ કેમ્પ માં ૧૫૦ થી વધુ વ્યક્તિઓ એ કેમ્પ માં આવી ને સારવાર નો લાભ લીધો હતો.
-કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
0 comments: