જ્ઞાનયજ્ઞ વિદ્યાલય મોગરીનું ગૌરવ
વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા પર્યા. ગણિત-વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર તરફથી યોજાનાર રાજ્ય કક્ષાના પર્યાવરણ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2021-22માં અનુપમ મિશન સંચાલિત જૂના મોગરી-આણંદ રોડ પર આવેલ પ્રજ્ઞાનતીર્થ-સર્વાંગી શિક્ષણ સંસ્થાન પરિસરમાં સ્થિત જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરીના વિદ્યાર્થીઓએ બનાવેલ વૈજ્ઞાનિક મોડેલ રોબોટિક બ્લાઇન્ડ સ્ટિક રજૂ કરવા પસંદગી કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ દ્વારા શિક્ષણ વિભાગના સંકલન હેઠળ તારીખ 4-2-2022ના રોજ આયોજિત જિલ્લા કક્ષાના પર્યાવરણ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શન 2021-22 અંતર્ગત વિવિધ મોડેલ્સ પ્રસ્તુતિ-નિદર્શનમાં વિજ્ઞાનશિક્ષક શ્રી તેજસ પટેલના માર્ગદર્શનમાં પ્રમુખ વિષય ‘ટૅકનોલૉજી અને રમકડાં’ પૈકી ‘પરિવહનનાં આધુનિક સાધનો’ પેટા વિભાગમાંથી વ્રજ દીપકભાઈ ઝાલા (ધો. 9-અ) અને ધો. 9(બ)ના જયરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રાજને મોડેલ રોબોટિક બ્લાઇન્ડ સ્ટિકની કામગીરીના સર્વશ્રેષ્ઠ નિદર્શન બદલ પ્રથમ ઇનામ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. હવે તેઓ તા. 25-2-2022ના રોજ યોજાનાર રાજ્ય કક્ષાના પર્યાવરણ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એ મોડેલ પ્રસ્તુત કરશે.
આ પ્રસંગે યોગી વિદ્યાપીઠના કુલગુરુ પૂ. ડૉ. રતિકાકાએ વિજેતાઓ તથા તેમના માર્ગદર્શકોને ખૂબ આશીર્વાદ આપ્યા. સમગ્ર સ્ટાફ તરફથી આચાર્ય નરેશભાઈ એન. પટેલે વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ ફતેહ હાંસલ કરવા શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા.
--કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: