Tuesday, 22 February 2022

નિર્ઝરી રાજેશ શાહના માતૃભાષીય પુસ્તક "જિંદગી જીવવાની કળા - કેન્સર એક ઓળખ" ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

SHARE
નિર્ઝરી રાજેશ શાહના માતૃભાષીય પુસ્તક "જિંદગી જીવવાની કળા - કેન્સર એક ઓળખ" ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

તા. 22/2/22 ના રોજે 60 જેટલા લેખકોએ એકી સાથે, એકજ પ્લેટફોર્મ દ્વારા વિવિધ વિષયોના પુસ્તકો આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંકલ્પ સાહિત્ય સમૂહ અને નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશનના સહિયારા પ્રયાસ થી પ્રકાશિત કરતા તેઓએ "ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ" અને "એશિયા બુક ઓફ રેકોર્ડ" માં એવૉર્ડ રૂપ સ્થાન પ્રાપ્ત થયું.
અમદાવાદના યુવાન લેખિકા નિર્ઝરી રાજેશ શાહે ફેડરેશન ઇન્ટરનેશનલ લૉ, મેડિસિન, એથિક્સ અને ઇનોવેશનના "દવા અને દાવા વિનાની દુનિયા" ના અભિયાન અંતર્ગત "જિંદગી જીવવાની કળા - કેન્સર એક ઓળખ" માતૃભાષામાં લખાયેલ પુસ્તક ગઈકાલના આંતરરાષ્ટ્રીય ભાષા દિન ના ઉપક્રમે ગુજરાતમાં પ્રસિદ્ધ કરીને અનોખો રેકોર્ડ એવૉર્ડ પ્રાપ્ત કર્યો છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી  હર્ષભાઈ સંઘવી , સાહિત્યકાર માયાભાઇ, રાજભા ગઢવી, પ્રદીપ જોશી, ડો. રાજેશ શાહ વિગેરે દ્વારા પણ આ અનોખા રેકોર્ડને બિરદાવવામાં આવેલ છે.

સંકલન-કલ્પેશ પટેલ,અમદાવાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: