કપડવંજ તાલુકાના કોરોના કાળમાં જનતા જનાર્દનની ખરી સેવા બજાવનાર .. ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ચેતનદાસ નું ટ્રોફી સાથે સન્માન કરાયું
દિવ્ય ભાસ્કર આયોજિત રિયલ એસ્ટેટ લિજેન્ડ એન્ડ અમિનેન્સ એવોર્ડ 2022 નો પ્રોગ્રામ અમદાવાદ ખાતે કોર્ટયાર્ડ બાય મેરિયટ હોટેલમાં યોજવામાં આવ્યો. જેમાં ગુજરાતના વિવિધ ઝોન વાઇઝ સિલેક્શન કરી ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા જેમાંથી ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના કોરોના કાળમાં જનતા જનાર્દનની ખરી સેવા બજાવનાર .. ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ચેતનદાસ નવનીતભાઈ પટેલને.. ધ રીયલ કોરોના વોરિયર્સ થી ટ્રોફી અને સન્માન પત્ર અતિથિ વિશેષ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીજી તથા કેબિનેટ મંત્રી અર્જુન સિંહ ચૌહાણજી તેમજ દિવ્ય ભાસ્કર ના સી.ઓ. ઓ . સંજીવ ચૌહાણજી ના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ આવેલ મહેમાનશ્રીઓ ને ગુરુકુપા માનવ સેવા ટ્રસ્ટ વતી થી ડાયરી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
સંકલન-કલ્પેશ પટેલ
0 comments: