દુબઈમાં કોવીડ પછી પહેલી વખત લોહાણા મહા પરિષદ, દુબઇ મહિલા સમિતિ દ્વારા સુંદર પિકનિક
દુબઈમાં કોવીડ પછી પહેલી વખત લોહાણા મહા પરિષદ, દુબઇ મહિલા સમિતિ દ્વારા સુંદર પિકનિકનું જબિલ પાર્ક ખાતે આયોજન કરવામાં આવેલ. બેહનોએ ખુબ ઉત્સાહથી અને બહોળી સંખ્યામાં ભાગ લીધેલ. સ્વાદિષ્ટ નાસ્તા અને જમવાની લિજ્જત બધાએ સાથે મળી માણેલ. અલગ રમત ગમતનું પણ આયોજન કરવામાં આવેલ. તમામ લોકોને આટલા લાંબા સમય પછી ભેગા થવાનો ખુબ ખુબ આનંદ હતો અને એક અવાજે બધાએ આટલા સુંદર કાર્યક્રમના આયોજન માટે લોહાણા મહા પરિષદ, દુબઈના શિલ્પાબેન ઠક્કર અને ચંદ્રીકાબેન રૂપારેલને બિરદાવેલ.
સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: