75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ દ્વારા 75 નારીઓનું સન્માન
75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત શહેર માં મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ દ્વારા 75 મહિલાઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષી સુરત શહેર મેયર શ્રી હેમાલીબેન બોઘાવાળા પણ પોતાનો કિંમતી સમય સાથે હાજરી આપી મહિલા ને પ્રોત્સાહન પૂરું પાડી નવી દિશા માં આગળ વધવા માટે નું માર્ગ દર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ માં મુવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ ના દુર્રૈયા મુસ્તુફા ટાપિયા દ્વારા આ નારીઓને આગળ વધવા સાથે કાંઈક નવું કરવાનો સંદેશ આપ્યો હતો.સપોર્ટ, સંરક્ષણ, શિક્ષણ જગત,કલાક્ષેત્ર જેવા વિવિધ ક્ષેત્રોમા જેઓનું આગવું સ્થાન છે તેવી મહિલા ને મન સન્માન સાથે આમંત્રણ આપી બિરદાવ્યા હતા.આ નારી એવોર્ડ ફંકશન માં નાના બાળકો ને પણ સમાવેશ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.જેમાં રબ્બર ગર્લ તરીકે ઓળખાતી જે રાષ્ટ્રપતિ એવૉર્ડ થી સન્માનિત થઈ ચૂકી છે એવી આરવી ઝાંઝુરીડિયા અને સંગીત ક્ષેત્રે ટૂંક જ સમય માં 150 થી પણ વધારે એવૉર્ડ જીતનાર અને કલ્પેશભાઈ પટેલ આયોજિત ફિલ્મફરે એવૉર્ડ મેળવી ચુકેલી કેસર બવાડિયા ને આમંત્રણ આપી દુરરૈયાબેન અને તેમની ટિમ થકી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું. અને કેસર બવાડિયા એ પર્ફોર્મન્સ આપી આમંત્રિત મહેમાનો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા.કેસર આનંદ ની લાગણી વ્યક્ત કરતા કહે છે કે આવી જ રીતે મારી જેવા બીજા નાના નાના કલાકારો ને યોગ્ય પ્લેટફોર્મ સાથે પ્રોત્સાહન મળી રહે તેવી આશા વ્યક્ત કરું છું.
-સંકલન-કલ્પેશ પટેલ,મેહુલ પાટીલ-સુરત
મો-9879407774
0 comments: