Wednesday, 5 January 2022

લવારુ આર્ટ સેન્ટર દ્વારા "The United Vibes" પ્રોગ્રામ અંતર્ગત printmaking showનું આયોજન કરવામાં આવ્યું

SHARE
લવારુ આર્ટ સેન્ટર દ્વારા "The United Vibes" પ્રોગ્રામ અંતર્ગત printmaking showનું આયોજન કરવામાં આવ્યું


 લવારુ આર્ટ સેંટરમાં આર્ટ ગેલેરી અને પ્રિન્ટમેકિંગ સ્ટુડિયો કાર્યરત છે , ત્યાં આર્ટના વિવિદ્ય કાર્યક્રમોનું આયોજન લવારુ આર્ટ સોસાયટીના હેઠળ કરવામાં આવે છે. આવાજ એક printmaking પ્રદર્શન નુ આયોજન લવારુ આર્ટ સેંટરના director અલ્કા ચાવડા, સુરેશ કુમાર, cordinator પ્રાણજીત શર્મા દ્વારા 26 dec 2021ના રોજ લવારુ આર્ટ ગેલેરીમાં કરવામાં આવ્યું. આ પ્રદર્શન નું ઉદ્ઘાટન Dr. Ragvendra Rao Kulkarni (HOD Art end History reserch dep , karnataka chitrkala parisad bengalore ) ના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું. અને પ્રદર્શનને 10 જાન્યુઆરી સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે
  આ પ્રદર્શનમાં વિશ્વભરમાંથી 16 printmakers તથા ભારત ભર માંથી 22 જેટલા printmekers  તેમ કુલ મેળવી 38 જેટલા કાર્યશીલ કલાકારોએ ભાગ લીધો. અને તેમની સુંદર કલાકૃતિની રચના કરી સેંટર ખાતે મોકલેલ છે. United vibesમાં ભાગ લેનાર કલાકારોના નામની યાદી આ મુજબ છે..Akimitshu Tamawake-Japan , Aparna Telang - mp India , Arvind sharma - Hariyana India, Bikash chandra Senapati -oddisa  India, Chandra Prakash  Jain - Rajasthan,  Charndash Jadhav-Maharastra India,  Christiaan Diedericks- South Africa , Chi Xiaohua-china , Deborah Chapman -Canada , Durgaprasad Bandi -Ap India, Elsa Ohana- france, Fransisco Dominguez -Spain, Gayathri Kasireddy -Ap India, Guy Langevin -Canada, Haichang Wang- China, Joseph Scheer- USA, Kartik V-blr India, lakshmi Kiran kasieddy- Andhra India, Lauren Grace Cardenas- USA, Leticia Alvares- goa India, Lokes B.H -blr India, Live Shreiner-Brazil, Mahesh Dhiman- Hariyana India,  Nakul Dhangade- Maharashtra  India, Olesya Dzhurayeva- Ukraine, Peter Kocak-Slovakia, preeti Singh-Himachal India, Preya Bhagat- delhi India, Rafiqul Islam- Bangladesh, Rahul Dhiman- Chndighar India, Raja Boro- Bengal India, Renata Maria Gogol - Poland, Royalkriss Teangjam- NE India, Samrendra Behera- Oddisa India, Sheikh Md. Rokonuzzaman - Bangladesh, Shivangi Ladha- Delhi, Swapnesh Vaiganker- Goa  India, Tarun sharma Delhi India.
       આ 38 કલાકારોએ ખુબજ રસપ્રદ કલાકૃતિઓનું સર્જન કરી દરેક કલાકૃતિની 25 જેટલી પ્રિન્ટ, પ્રિન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ માટે લવારુ આર્ટ સેંટર  બંગલોરને મોકલેલ છે. જેમાં તેઓ એ મુખ્યત્વે mazzotint, woodcut, Intaglio, etching, Viscocity, Aquatint, serigraphy જે પ્રિન્ટમાંકિંગના અલગ અલગ કાર્ય માધ્યમમાં કાર્ય કરી મોકલેલ છે. આ પ્રોગ્રામમાં પ્રાપ્ત પોર્ટફોલિયોમાં આયોજકો તથા નિર્ણાયકો દ્વારા  પ્રોગ્રામમાં પસંદગી પામેલ એકબીજા  કલાકાર સાથે પ્રિન્ટને બદલવામાં આવશે. જેમાંથી પ્રાપ્ત  થયેલ પ્રિન્ટ પોર્ટફોલિયો  કલાકારોને તેમના સરનામે પરત મોકલવામાં આવશે. આ એક્સચેન્જનો ઉદ્દેશ વિવધતાઓ થી  સરભર પોર્ટફોલિયો કલાકારો સુધી પહોંચાડવાનો છે જે કરીને પ્રિન્ટમેકર્સ એકબીજાની આગવી શૈલીથી અંતર્ગત થાય. તેમજ જુદી જુદી કાર્ય શૈલી જાણી અને શીખી પણ શકે, અને printmeking ની વિવિધ methodsનો લાભ લઇ શકે . ભારતમાં અગાઉ કલાકારો paintings તેમજ sclptureમાં વધારે કામ કરતા હતા. પરંતુ હવે  ભારતીય કલાકારો પણ પ્રિન્ટમેંકિંગના માધ્યમ તરફ વધુ વળ્યાં છે. વિદેશમાં કલાકરો પ્રિન્ટમેકિંગમાં કાર્યરત છે અને આગવી અને આધુનિક વ્યવસથા તથા toolsથી કામ કરી રહ્યા છે. તેવાજ ઘણા કલાકારોએ આ પ્રદર્શનમાં પોતાની કૃતિઓ મોકલેલ છે તેમની જેમ હવે ભારતીય  printmakers પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે અને ભારતીય છાપાકલાને એક આગવી ઓળખ આપી રહ્યાં છે.
  આવા પ્રદર્શનો યોજવાથી નવોદિત કલાકારો તેમજ પ્રિન્ટમેંકિંગ શાખાના વિધાર્થીઓને બહોળો લાભ પહોંચી શકે તેજ આશયથી પ્રદર્શનમાં 16 જેટલા વેદીશી printmekersને પણ સ્થાન આપવામાં આવેલ છે જેમની આગવી તેમજ આધુનિક કલાશૈલીનો સીધો લાભ ભારતીય કલાકારોને પહોંચે આવાજ કેટલા આધુનિક  કાર્યક્રમો સાથે  Lavaru art center ના director અલ્કા ચાવડા તેમજ curetor સુરેશ કુમાર કાર્યરત છે.


સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

3 comments:

  1. wonderful coverage to a historic print show from around the world.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. આભાર કલ્પેશભાઈ.....ખૂબ સરસ સંકલન કર્યું છે લવારુ આભારી છે .....અલ્કા

    ReplyDelete