Friday, 24 December 2021

જાગૃતિ મહિલા સમાજ,આણંદ દ્વારા 42મો વાર્ષિકોત્સવ ઉજવાયો

SHARE

જાગૃતિ મહિલા સમાજ,આણંદ દ્વારા 42મો વાર્ષિકોત્સવ ઉજવાયો




     જાગૃતિ મહિલા સમાજ, આણંદ સંસ્થાના આદ્યસ્થાપક કુસુમબેન એડનવાલાની પ્રેરણાથી પ્રમુખ ભારતીબેન પટેલ દ્વારા સંસ્થાનો 42મો   વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત ઉપપ્રમુખ સરોજબેન શાહે પ્રસ્તાવના સાથે આવેલ મહેમાનોને દીપપ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના સભ્ય માયાબેન દવે,કિરીટભાઈ દવે હતા.જ્યારે વી.એમ.શાહ(વકીલ),વાસંતીબેન પટેલ,સૂર્યકાન્તભાઈ પટેલ,દીપેશભાઈ પટેલ ,શાંતિલાલ કાકા  અતિથિ તરીકે બિરાજમાન રહી શોભમાં અભિવૃદ્ધિ કરી હતી.જ્યારે વિશેષ અતિથિ તરીકે હસુમતીબેન ઠક્કરે શુભેચ્છા સંદેશ સાથે સંસ્થાને રોકડ દાન આપ્યું હતું.આવેલા તમામ મહેમાનોનું સંસ્થા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
      સંસ્થાના મંત્રી સ્મિતાબેન પંડયાએ કોરોનાકાળ દરમિયાન તથા સિડીએસ બિપિન રાવત સંસ્થાના સદગતિ પામેલ સભ્યો- સંબંધી તથા સંસ્થાના સહમંત્રી સ્વ. ભાવનાબેન બારોટને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. એ સાથે સંસ્થાના ખજાનચી મનીષાબેન સોલંકીએ વર્ષે દરમ્યાનનો હિસાબ અહેવાલ રજૂ કર્યો હતો.સાથે સહ- ખજાનચી  હર્ષાબેન સુથાર અને નિષાબેન જાની નો સહકાર સાંપડયો હતો.વિશેષ નોંધ લઇ શકાય એવા અડવોકેટે દર્શનાબેન વ્યાસે હાજરી આપી સંસ્થાની બહેનોને 21 ભગવદગીતા અર્પણ કરી હતી સાથે સમજલક્ષી કાર્યમાં સહકાર આપવાની લાગણી દર્શાવી હતી.
          કાર્યક્રમના અંતે સર્વ મહેમાનો સાથે સભ્યો સહિત પ્રીતિભોજન લઈ કાર્યક્રમ સંપન્ન કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી સ્મિતાબેન પંડયાએ કર્યું હતું.


---કલ્પેશ પટેલ----

આણંદ, મો-9879407774

SHARE

Author: verified_user

0 comments: