ડખરીયા ગામના સરપચ સહિત ૧૦૦ કૉગેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
બાલાસિનોર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય બાલાસિનોર ખાતે દાહોદ જિલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઇ પાઠક (પપ્પુભાઈ) આગેવાનીમાં કોગ્રેસ સહકારી આગેવાન મોહનભાઇ વજેસિંહ ચૌહાણ ,વાળંદ વિષ્ણુભાઈ રમણભાઈ ,વાળંદ રમણભાઈ રયજીભાઈ,મહેરા પ્રતાપભાઈ મણીલાલ, મહેરા નિલેશકુમાર પ્રતાપભાઈ,ચૌહાણ વિપુલભાઈ રમેશભાઈ ,ચૌહાણ ચૌહાણ જયદીપ કુમાર સાલમસિંહ,ચૌહાણ કનુભાઈ ગલાભાઈ, ચૌહાણ રાજેશભાઈ કનુભાઈ તથા વાળંદ મિતેશભાઈ કિરીટભાઈ આજે 100 થી વધુ સંખ્યા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટી માં જોડાયા…..
કોંગ્રેસના મોટા ગજાના સહકારી આગેવાન એવા ચૌહાણ મોહનભાઇ વજેસિંહ તથા વાળંદ વિષ્ણુભાઈ રમણભાઈ પોતાના ટેકેદારો સાથે વિવિધ રીતે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા અને તેમને પૂર્વ ધારાસભ્ય રાજેશભાઇ પાઠક તેઓને તથા તેમના ટેકેદારોને આવકાર્યા હતા અને કેસરીયો ખેસ પહેરાવીને વિવિધ રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કર્યા હતા આ પ્રસંગે શ્રી રાજેશભાઇ પાઠક તેમજ કિસાન મોરચાના પ્રમુખ દિનશા પટેલ તેમજ મંડળના પ્રમુખ શ્રી ઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
કલ્પેશ પટેલ
આણંદ
0 comments: