Monday, 6 December 2021

કલાસીસ સંચાલકોના ધર્મપત્નીઓને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા "નારી સન્માન" એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા

SHARE
કલાસીસ સંચાલકોના ધર્મપત્નીઓને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા "નારી સન્માન" એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા

અમદાવાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની માહિતી દર્શાવતી ઉપયોગી ડાયરીનું વિમોચન કરવામાં આવ્યું

અમદાવાદ

અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપ દ્વારા તારીખ 5/12/21ને રવિવારના રોજ હોટલ ગ્રીન ડેઝર્ટ, એસ.જી.હાઈવે, અમદાવાદ ખાતે દિવાળી ગેટ ટુ ગેધર નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

AEG ના ચેરમેન  વિજયભાઈ મારૂ, પ્રમુખ સતિષભાઈ શાહ, સેક્રેટરી સરજુભાઈ ચૌહાણ, ખજાનચી મનીષભાઈ પંચાલ, મીડિયા એડવાઇઝર  હેમાંગભાઈ રાવલ,પૂર્વ પ્રમુખ સુહાગભાઈ પંચાલ, ઝંકૃતભાઈ આચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં AEGના કલાસીસ સંચાલકોના ધર્મપત્નીનું ક્રાઉન પહેરાવી અને તેમના ફોટાવાળા પ્રિન્ટેડ દુપટ્ટા  સાથે નારી શક્તિ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કલાસીસ સંચાલકોના ધર્મપત્નીઓને સ્ટેજ ફાળવવામાં આવ્યું હતું અને નારી શક્તિનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની માહિતી દર્શાવતી ઉપયોગી ડાયરીનું વિમોચન અગ્રણી શિક્ષણવિદો દ્વારા કરવામાં આવેલ હતું

આ કાર્યક્રમમાં 500થી વધુ શૈક્ષણિક પરિવારોના સભ્યોએ ભાગ લીધો હતો જેના મુખ્ય મહેમાન  નીતીનભાઇ પટેલ (જાણીતા ઉદ્યોગપતિ) , અતિથિ વિશેષ ડૉ વનીતાબેન રાકેશભાઈ વ્યાસ તથા જ્યોતિબેન તલાટી (એડવોકેટ) નારી સન્માન સમારંભમાં પધારી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમ ના મુખ્ય સ્પોન્સર પારૂલ યુનિવર્સિટી દ્વારા તેમની યુનિવર્સિટી અને તેના દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્ષ વિશેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બાળકો માટે ખુલ્લા ગ્રાઉન્ડમાં વિવિધ પ્રકારની ગેમ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંદીપભાઈ ત્રિવેદી તથા રોનાલીબેન પટેલ, રાકેશભાઈ પરમાર,  વિરલ ભાઈ શાહ,  મનીષભાઈ વ્યાસ,  રામભાઈ આહિર ,બિપીનભાઈ ખંડવી , સંજયભાઈ પરમાર,  અમિતભાઈ રાજપુત, હેમંતભાઈ ચૌહાણ, દીપકભાઈ પરમાર,  નીલેશભાઈ જોષી, મુકેશભાઈ પરમાર,  શિવકુમાર,  કેતણભાઈ પંચાલ,ડૉ કોમલ યાજ્ઞિક, સેજલબેન પટેલ, ગીતાબેન પટેલ, કૃતિબેન ત્રિવેદી ,નિકિતાબેન દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી.મીડિયા એડવાઇઝર
હેમાંગ રાવલ ,
કો મીડિયા એડવાઇઝર
નિલેશ જોશી

સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: