Tuesday, 11 January 2022

બાલાસિનોર માર્કેટયાર્ડમાં ચેરમેન, વાઇસ ચેરમેન બિન હરીફ ચૂંટાયા

SHARE
બાલાસિનોર માર્કેટયાર્ડ ભાજપ ના ફાળે રહી

બાલાસિનોર માર્કેટયાર્ડમાં ચેરમેન, વાઇસ ચેરમેન બિન હરીફ ચૂંટાયા

ચેરમેન પદે પંકજ પટેલ, વાઇસ ચેરમેન પદે રાયભણસિંહ ઠાકોર


મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે સવારે ૧૨ કલાકે ચેરમેન પદ અને વાઇસ ચેરમેન પદ માટે જિલ્લા રજીસ્ટ્રરની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ચેરમેન પદ માટે પંકજભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જ્યારે વાઇસ ચેરમેન પદ માટે રાયભણસિંહ ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જોકે ચૂંટાયેલા તમામ ડિરેક્ટરો માથી કોઈએ પણ હરીફ ઉમેદવારી ન નોંધાવતા અને સહમતિ સાથે બંને ઉમેદવારોને સમર્થન આપ્યું હતું જેને કારણે બાલાસિનોર માર્કેટિંગયાર્ડ માં ચેરમેન પદે પંકજભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાયભણસિંહ ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાલાસિનોરમાં ભાજપ પ્રેરિત ડિરેક્ટરો ની બહુમતી મળી હતી જોકે કોંગ્રેસના ફાળે ફક્ત ૧ સીટ મળી હતી આજે યોજાયેલ ચૂંટણીમાં માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો સહિત જિલ્લા રજીસ્ટ્રાર દાહોદ જિલ્લાના પ્રભારી અને બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઇ પાઠક, પૂર્વ ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મહિસાગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જેઠાભાઈ વણકર, મહિસાગર જિલ્લા પંચાયત સામાજિક અને ન્યાય સમિતિ ના અધ્યક્ષ બીપીનભાઈ પરમાર બાલાસિનોર તાલુકા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કિરીટભાઈ ચૌહાણ સહિત ભાજપના કાર્યકરો વેપારીઓ અને ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ચેરમેન અને વાઇસ ચેરમેનને વધાવી લીધા હતા

સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: