કપડવંજ ના સ્પર્શ રેસીડેન્સી દ્વારા નવરાત્રીમાં કાશ્મીરના શહિદ શિક્ષકો અને સૈનિકોને યાદ કરવામાં આવ્યા
ભારતીય સંસ્કૃતિનું અનેરું મહત્વ છે અને તેમાંય ગુજરાત ના ગરબા વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે સ્પર્શ રેસીડેન્સી, કપડવંજ માં નવરાત્રી પણ અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્પર્શ રેસિડેન્સી માં 95 ટકા શિક્ષકો રહે છે. ત્યારે કાશ્મીરમાં 2 શિક્ષકોની શહીદી ને યાદ કરવા તમામ રહીશોએ આરતીમાં મીણબત્તી પ્રગટાવી શિક્ષકોને યાદ કરવામાં આવ્યા હતા.ત્યાર પછી અગાઉથી આયોજન મુજબ રાષ્ટ્ર પ્રેમ જગાવવા માટે અને સરહદ પર જીવની બાજી લગાવનાર સૈનિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવા માટે દોરેલ તમામ ચિત્રો mad ફાઉન્ડેશન દ્વારા સરહદ પર મોકવાનું આયોજન કરવામાં આવ્યું હતું .હાલ સોસાયટીના તમામ બાળકોએ દેશ ભક્તિના ચિત્રો દોરી નવરાત્રી ચોક માં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ તમામ બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા.અને ભારત માતાની જય ના સુત્રોચાર કર્યા હતા
સમગ્ર આયોજન સ્પર્શ રેસિડેન્સી સોસાયટીના મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.
અજય પટેલ,ચીખલોડ
0 comments: