અમેરીકા-કેલિફ્રોર્નિયાના ઑરેન્જના પ્રસિધ્ધ શહેર અર્વાઈન ખાતેની શ્રીનાથજી હવેલીમાં નવરાત્રી નિમિત્તે ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજયો
દક્ષિણ કેલિફોર્નિયાની ઑરેન્જ કાઊન્ટીના અર્વાઈન ખાતેની ' વૈષ્ણવ સમાજ ઑફ સઘર્ન કેલિફોર્નિયા ' ( VSOSC ) સંચાલિત શ્રીનાથજી હવેલી, અર્વાઈન ખાતે નવરાત્રી નિમિત્તે ' હિમાન્સુ લાખીયા એન્ડ ગ્રુપ ' ના નવરાત્રી ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.... કોવિડની તકેદારી મુજબ હૉલમાં પ્રવેશ પહેલા શ્રી નરેશભાઈ અને શ્રી મતિ હંસાબેન તરફથી ખાસ વ્યવસ્થા મુજબ દરેક ભાવિક ભક્તોના ફરજીયાત " કોવિડ ટેસ્ટ " કરીને અને નેગેટીવ રીઝલ્ટ હોય એમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો... હૉલ લગભગ ફુલ ભારાઈ ગયો હતો...હાજર સૌએ મન મુકીને બે તાલી , ત્રણ તાલી ,અને રાસ નો લ્હાવો લીધો હતો... જ્યારે નોર્વોક ખાતેના શ્રી રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી એ નવરાત્રીની આથમ નિમિત્તે મંદિરના ગર્ભગૃહમાં માતાજીના હવન નું આયોજન કરવામાં આવ્યું હતું....હાજર સૌ ભાવિકોએ આ હવનના દર્શન નો લ્હાવો લીધો હતો....
(સંકલન,કલ્પેશ પટેલ, માહિતી અને તસ્વિર :- કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા
0 comments: