Thursday, 28 October 2021

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨બી૧ અને ૩૨૩૨બી૨ ના ઉપક્રમે લાયન્સ કલબ દ્વારા નિર્મિત સમાજસેવાના મંદિરોની રૂબરૂ મુલાકાત

SHARE
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨બી૧ અને ૩૨૩૨બી૨ ના ઉપક્રમે લાયન્સ કલબ દ્વારા નિર્મિત સમાજસેવાના મંદિરોની રૂબરૂ મુલાકાત
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨બી૧ અને ૩૨૩૨બી૨ ના ઉપક્રમે લાયન્સ કલબ દ્વારા નિર્મિત સમાજસેવાના મંદિરોની રૂબરૂ મુલાકાત અને તેઓના સેવા કાર્યોની સમજ મેળવી વધુને વધુ લોકો અને સમાજ ના છેવાડાના માણસને મદદરૂપ થઈ શકાય તે ભાવના સાથે એકદિવસીય પ્રવાસ શિબિરનું આયોજન લાયન્સ ક્લબ ૩૨૩૨બી૨ ના ડી. ચેરમેન અને અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ના ભૂ.પુ. જજડૉ. પારુલ રાજેશ શાહ અને નટુભાઈ આચાર્ય, ડીસા દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું.૨૦૦થી વધુ લાયન્સ મિત્રો એ આ અભ્યાસ શિબિરનો જુદા જુદા સ્થળોએ લાભ લીધો.
લાયન્સ હૉલ,મીઠાખળી ખાતે ફિઝીઓથેરાપી કેન્દ્રની સમજ મેળવી આ પ્રવાસશિબિરનું પાસ્ટ ઇન્ટર નેશનલ ડિરેક્ટર શ્રી પ્રવિણભાઈ છાજેડ,અમદાવાદના હોસ્પિટલ કમિટી ના ચેરમેન ડૉ. સુરેશ પટેલ, ગવર્નર જગદીશ અગ્રવાલ તથા બાલમુકુંદ શાહ, ડૉ.રાજેશ શાહ,ડૉ. રાકેશ શાહ - મેડી. સુપ્રિ. સિવિલ હોસ્પિટલ, લાયન્સ ક્લબ ના વિવિધ પદા ધિકારી ઉપસ્થિત રહ્યા. હાજર સૌ સભ્યો દ્વારા આવા વધુ ને વધુ સેવા મંદિર બનાવી સમાજ માટે વધુ ને વધુ સેવા કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી.

--કલ્પેશ પટેલ દ્વારા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: