Saturday, 30 October 2021

વડોદરા ના પાંચ ઉભરતા સીતારા રાઈઝિંગ કુકીંગ સ્ટાર

SHARE
વડોદરા ના પાંચ ઉભરતા સીતારા 
રાઈઝિંગ  કુકીંગ સ્ટાર ...

અલગ અલગ ફિલ્ડમાંથી આવતી મહિલાઓ કોઈ કૂકિંગ  ક્ષેત્રે છે તો કોઈ શિક્ષણ ક્ષેત્રમાં પણ આજે કુકિંગમાં નામના મેળવી છે

એકતા મોદી
Ekta modi-cookpad community manager
 એકતા રંગમ મોદી એ કૂકપેડ જેવા જાણીતા રેસીપી એપના કમ્યુનિટી મેનેજર છે જેમાં લોકો જોડાઈને online રેસીપી લખી શકે છે અને જે પોતાની અલગ કુકિંગ સ્કીલ પણ ધરાવે છે જેના થકી તેઓ ટીવી માં ઘણા બધા કુકિંગ શો ના ભાગ રહી ચૂક્યા છે અને સાથે સાથે ઓફલાઈન માસ્ટર શેફ કોન્ટેસ્ટના વિનર પણ રહ્યા છે તેમની ફ્યુઝન ,ડાયટ અને ઝીરો ઓઇલ રેસીપી ખૂબ જ સારી હોય છે તેમણે ઘણા લાઈવ પણ આપેલા છે ઘણા બધા લોકોને તે કુકીંગ સ્કીલ ડેવલોપ કરવામાં મદદ કરે છે અને પ્રોત્સાહન પૂરું પાડે છે

પૂજા શાહ

પૂજા શાહ એક શિક્ષિકા  અને લાયન્સ કલબ ની પ્રમુખ પણ છે જ્યારે એક પરિપૂર્ણ સ્ત્રી વાત આવે ત્યારે રસોઈ થી જ શરૂ થાય છે. અને એ અદ્ભુત કુકિંગ સ્કીલ પણ ધરાવે છે  તેમણે ઓનલાઇન Recpie મૂકી ને  કેટલાય badges, certificate, જીત્યા છે તેમની શ્રેષ્ઠ Recpies ઈન્સ્ટાગ્રામ પર  ઘણીવાર Highlight થઈ ચુકી છે એનાથી વધુ "Times of Cookpad" માં પણ શ્રેષ્ઠ વાનગીઓ અને Tips પણ આપે છે. આજે  એમણે એક વ્યવસાયી નારી સાથે એક Cooking Queen" n Multi Talented Lady તારીકે નામના મેળવી છે જેઓ બધા માટે  એક પ્રેરણા છે જે એક સામન્ય ગ્રહણી ને  પણ રસોઈ ની રાણી  બનવા માટે પ્રોત્સાહન આપે છે
ઈશા પાનેરા

ઈશા પાનેરા જે એક વડોદરાના પ્રખ્યાત કુકીંગ એક્સપર્ટ છે. જેને ફક્ત કૂકીંગ એક્સપર્ટ ની સાથે સાથે એક જાણીતા YouTuber પણ છે.  "Isha ka Zaika " ના નામથી ચાલતી તેઓની ચેનલ ખુબજ પ્રખ્યાત છે.જેઓની આવડત અલગ અલગ બિરયાની,ફ્યુઝન રેસિપીઝ અને લેફ્ટ ઓવર રેસિપીઝ માં છે.તેઓએ ગુજરાતનાં પ્રખ્યાત TV શો ' Flavours of Gujarat" માં પણ ઘણાં એપિસોડ આપ્યા છે. એ સીવાય પણ એ ઘણાં કુકીંગ કોન્ટેસ્ટમાં વીનર રહી ચૂક્યા છે અને પ્રાઈઝ પણ જીતી ચૂક્યાં છે. તેઓ કુકપેડ,ફેબીના ગ્રુપ,જેવા ઘણા ગ્રૂપ્સ સાથે જોડાયેલા છે. દરેક વખત કંઈક નવું કરવાની જિજ્ઞાસા સાથે તેઓ સતત કાર્યરત રહે છે.તેમણે પોતાની  આગવી સૂઝ દ્વારા લોકો ને કોરોનાકાળમાં હેલ્ધી રેસીપીઓ બનાવવા માટે  પ્રેરિત કરયા છે.તેની આ બધી સિદ્ધિઓ સરાહનીય છે.
સોનલ પંચાલ

સોનલ પંચાલ-લાઇવ સ્ટ્રીમ સ્ટાર
સોનાલ હિતેશ પંચાલ એ વડોદરાના જાણીતા હોમ શેફ છે જેમણે ટૂંક સમયમાં જ કુકીંગ ફીલ્ડ મા નામ કર્યુ છે તે અમુલ ,ખાદ્ય ખોરાક, ગૃહિણી, કુકપેડ  જેવા જાણીતા અને બીજા ઘણા અન્ય ગ્રૂપ સાથે પણ જોડાયેલા છે  જેમા તેમણે પોતાની કુકીંગ સ્કીલ થી બેસ્ટ રેસીપી ના મેડલ,સટીફીકેટ ,અને ઘણા પ્રાઈઝીઝ મેળવેલા છે તેમના ફેસબુક live  રેસીપી session ના વ્યુવૅસ  મિલીયન આસપાસ માં હોય છે તેમને લાઇવ સ્ટ્રીમ સ્ટાર કહેવાય છે તે ઓફલાઈન અને ઓનલાઇન લાઇવ કુકીંગ  કોન્ટેસ ના વિજેતા પણ રહી ચુક્યા છે તેમનુ ઈન્સ્ટાગ્રામ પર @sonal_spice recepies એકાઉન્ટ છે
કોરોના કાળ માં તેમની વેઇટલોસ રેસીપી સીરીઝ ખુબ જ સરાહનીય રહી હતી જેની માટે મહેસાણા ખાતે તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું આ સિવાય તેઓ મોઢેશ્વરી ક્રીએશન ના નારી સશક્તિકરણ ના અભીયાન માં પણ કાર્યરત છે 
તે સોશિયલ મીડિયા માં કુકીંગ ફીલ્ડ ના ઊભરતા સિતારા છે  જેમનીજેમનુ ભવિષ્ય ખુબ જ ઉજજવળ છે

દિગના રૂપાવેલ


દિગના રૂપાવેલ એ વડોદરા ના જાણીતા હોમ શેફ છે .જેમને  કલર્સ ગુજરાતી "રસોઈ શૉ સીજન 8" માં બરોડા માં ટોપ 3 માં વિજેતા પ્રાપ્ત કર્યું છે ..અને "રસોઈ શૉ" માં ઘણા એપિસોડ્સ આપ્યા છે .એ સિવાય "રસોઇ ની રાની " જે રેસિપી શેરિંગ પ્લેટફોર્મ છે એમાં કુકીંગ એક્સપર્ટ તરીકે નું કામ નિભાવ્યું છે  અને સાથે સાથે કુકીંગ ને અનુરૂપ એંકરિંગ નું કામ પણ કર્યું છે .તેમને પોતાની કુકીંગ સ્કિલ થકી ઘણા સર્ટિફિકેટ ,પ્રાઇઝ અને ઘણા બધા મેડલો પણ જીત્યા છે .તેઓએ જાણીતા ન્યૂઝ પેપર માં પણ કુકીંગ ના અર્ટિકલ્સ આપ્યા છે ..તેમને કુકપેડ ,dr.bindu' cooking show,colours of food આ બધા માં લાઈવ કુકીંગ પણ બધા સુધી પહોચાડ્યું છે .કોરોના કાળ માં હેલ્થી રેસીપી ,ફૂયુઝન અને ડાયટ રેસીપી બધાને શેર કરી બનાવ માટે પ્રેરિત કર્યા છે .અને આ રીતે એમણે મેળવેલી  બધી સિધ્ધીઓ સરાહનીય છે અને એમનું ભવિષ્ય ખુબજ ઉજળું છે ..
                        
--સંકલન-
કલ્પેશ પટેલ
મો-9879407774

SHARE

Author: verified_user

1 comment: