Wednesday, 13 October 2021

ચરોતર ક્રોશેટ ક્વીન્સ દ્વારા ક્રોશેટથી ટોપી બનાવવામાં આવી

SHARE
ચરોતર ક્રોશેટ ક્વીન્સ દ્વારા   ક્રોશેટથી ટોપી બનાવવામાં આવી


         ચરોતર ક્રોશેટ ક્વીન્સ (ગુજરાત, રાજસ્થાન,મધ્ય પ્રદેશ)ના  ડાયરેક્ટર કોમલ નિરંજનભાઇ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તેમજ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સહ ડાયરેક્ટરોની પહેલથી આ  કાલ કરવામાં આવેલ.જેમા ક્રોશેટથી ટોપી ( ક્રોશેટ  હુક અને ઉન ) બનાવવામાં આવી.

          આ  થીમ રાખવાનું સૂચન   કોમલ નિરંજનભાઈ પટેલએ કરેલ. આ  ટોપીના 3 વિડિયો ભારતી દૈયાએ whatsapp ગ્રુપમાં મૂકયા. સભ્યોએ આ યુટ્યુબ વિડિયો જોઈને  ક્રોશેટથી બનાવેલ ટોપી ના ફોટા   ભારતીબેન  દૈયા દ્વારા CCQ facebook ગ્રુપમાં મુકવામાં આવ્યા . 

         આ કાલમાં  કોમલ નિરંજનભાઇ પટેલ, કેતકી શાહ, શોભા પટેલ,મંદા શાસ્ત્રી, કૈલાસ ચઢા, ડૉ. અમિતા દવે  અને સરોજ અગ્રવાલે ભાગ લીધો હતો. 

          ચરોતર ક્રોશેટ ક્વીન્સ નું ગ્રુપ  કોરોનાના સમય દરમિયાન ઘરમાં રહીને સમયનો સદુપયોગ થાય તેમજ   પોતાના હાથે બનાવેલ ક્રોશેટથી  ટોપી ઘરમાં ઉપયોગી થાય તેમજ ભેટ આપી શકાય તેવા હેતુથી આ કાલ કરવામાં આવેલ.

--કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: