વડોદરાના ટેમ્પલ વ્યુ ફેલટ્સમાં ચેફ નેહા ઠક્કર અને મહિલા મંડળે અલગ અલગ થીમ ના ગરબા નું રોજ બરોજ આયોજન કરી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી
નવરાત્રી મહોત્સવ -૨૦૨૧ નું સફળ સંચાલન સમગ્ર સોસાયટીના સભ્યો દવારા કરવામાં આવ્યું હતું
વડોદરા,તા-૧૨
વડોદરા ના રમણીય વિસ્તાર હરણી લકે-ઝોને પાસે આવેલા ટેમ્પલ વ્યુ ફ્લેટ્સમાં છેલ્લા ૫ વર્ષથી અમે બધા જ તહેવારો ખુબજ સરસ રીતે ઉજવાય છે.. પાછલા ૨-વર્ષમાં કોરોનાં ના લીધે ઘણી બધી તકલીફો જોઈ છે... પેહલા ફેઝ, બીજા ફૅઝ... વેકસિનનેશન થયા પછી થોડી રાહત અનુભવી રહ્યા છીયે... અને એટલે જ સરકારી નોર્મસથી અમે આ વર્ષે માં અંબે ની નવ-નવરાત્રી નો પ્રોગ્રામ થોડો અલગ જ રીતે અને જોરો શોરો થી ડીજે ની રમઝટ ખેલૈયા ની થન-ઘટ સાથે ઉજવી રહ્યાં ... પેહલા દિવસ થી જ અલગ અલગ થીમ પર ગરબા આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન, ટ્રેડિશનલ, વેશભૂષા, થીમ કલર ચણીયા-ચોળી, તિરંગા થીમ એમ અલગ અલગ થીમ નું આયોજન ચેફ નેહા ઠક્કર અને મહિલા મંડળ એ ખુબ સરસ આયોજન કર્યું છે...
બાળકો થી સિનિયર સિટીઝન બધા ગરબા નો આનંદ લઈએ છે...રોજ બધાયને નાસ્તો અને સાથે લહાણી પણ આપવામાં આવે છે..આ બધા કાર્ય માં સોસાયટીમાં માંથી બધા મેમ્બર્સ નો ખૂબ સાથ સહકાર મળી રહ્યો હોવાનું ચેફ નેહા ઠક્કર એ જણાવ્યું હતું
--કલ્પેશ પટેલ
વડોદરા
મો-9879407774
0 comments: