વલ્લભવિદ્યાનગરમાં સામાજિક સંદેશ આપતી અનોખી ગણેશાકી પાઠશાળા
આણંદ,તા.13,આજથી 128 વર્ષ પૂર્વે અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને મુક્ત કરાવવા લોકમાન્ય તિલકએ લોકોમાં સામાજિક જાગૃતિ લાવવા માટે ધર્મનાં માધ્યમથી લોકોને સંગઠિત કરવા માટે મહારાષ્ટ્રથી ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો હતો અને દેશ આઝાદ થયા બાદ આજે લોકોને ધર્મવાદ, પ્રાંત વાદ, અને જાતિવાદની માનસિકતાની ગુલામીમાંથી બહાર લાવવા માટે આણંદનાં વલ્લભવિદ્યાનગરનું સ્ટ્રાઈકર ગૃપ ગણેશ મહોત્સવનાં માધ્યમથી એક અનોખી પાઠશાળા ચલાવે છે અને અત્યાર સુધીમાં 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને આ પાઠશાળામાં દેશ દાઝ અને સામાજિક સમરસતાનાં પાઠ ભણાવવામાં આવ્યા છે. આ પાઠશાળા વિદ્યાર્થીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની છે.
સામાન્ય રીતે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ ગણેશ સ્તુતિથી કરવામાં આવે છે. અને ગણેશ મહોત્સવનો પ્રારંભ થતા જ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ સાથે ભક્તિમય માહોલ છવાઈ જતો હોય છે. ત્યારે આજથી 12 વર્ષ પૂર્વે રાજ્યમાં સૌ પ્રથમ જળ પ્રદુષણ અટકાવવા માટે વલ્લભવિદ્યાનગરનાં સ્ટ્રાઈકર ગૃપ દ્વારા મારા ગણેશા માટીના ગણેશા થીમ પર ગણેશજીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી ગણેશ મહોત્સવનો પ્રારંભ કર્યો સાથે સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક સંદેશ સાથે દેશ દાઝથી તરવરતા જવાબદાર નાગરિકો બનાવવા માટે ગણેશાની પાઠશાળા શરૂ કરવામાં આવી હતી અને દસ દિવસ દરમિયાન જુદા જુદા વિષયો પર આ પાઠશાળામાં પ્રવચન આપવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓમાં આ પાઠશાળાને મળેલી સફળતા બાદ છેલ્લા 12 વર્ષથી ગણેશાની પાઠશાળા કરવામાં આવે છે જેમાં ગણેશ મહોત્સવના દસ દિવસ દરમિયાન દરરોજ 500 થી વધુ વિદ્યાર્થીઓ જોડાય છે.અને છેલ્લા 12 વર્ષમાં 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ ગણેશાની પાઠશાળામાં જીવન ધડતરનાં મુલ્યોનું શિક્ષણ પ્રાપ્ત કરી ચુકયા છે,
અલ્પેશ પુરોહીતએ જણાવ્યું હતું કે બાળકોને જો બાળપણથી સાચુ જીવન ધડતરનું શિક્ષણ આપવામાં આવે તો તેઓનું એક સારા નાગરીક તરીકે ધડતર કરી શકાય છે,જેને લઈને તેઓ ધો,9 થી લઈને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણેશાની પાઠશાળામાં જીવન ધ઼ડતરનાં મુલ્યોનું શિક્ષણ આપી રહ્યા છે.અત્યાર સુઘીમાં એ વતન, મેન ઈઝ ગોડ, માં કાં દર્જા દેતો હો તો કચરા કયું ખીલાતે હ.તેરે દિલકી બાત અને એજયુકેશન વીઝન એન્ડ રીઝન જેવા વિષયો પર આપણે શિક્ષણ આપી રહ્યા છે.જેનાંથી નવી પેઢીને ધર્મવાદ,પ્રાંતવાદ અને જાતીવાદમાંથી બહાર લાવી શકાય અને એક પ્રેમ અને ભાઇચારાનાં ભારતને ફરીથી પ્રતિસ્થાપિત કરી શકાય આ અંગે અલ્પેશ પુરોહીતએ કહ્યું હતું કે એક તરફ ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોઈ આપણે તેને માંનો દર્ઝો આપીને ગાયને પવિત્ર માનીએ છીએ જયારે બીજી ગાયોને રસ્તા પર પ્લાસ્ટીક ખાવા રખડતી મુકી દઈએ છીએ ,જો આપણે ગાયને માતા ગણતા હોય તો પછી ગાયનું શા માટે સન્માનીય રીતે ભરણઁ પોષણ કરતા નથી, સહીત વિવિધ મુદ્દાઓ પર સરળ વાત કરી હતી.
--કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: