Tuesday, 14 September 2021

શહેરા તાલુકામાં તાલુકા કક્ષાનું યુવા મહોત્સવનું આયોજન તારીખ એસ જે દવે હાઇસ્કુલમાં યોજાયો

SHARE
શહેરા તાલુકામાં તાલુકા કક્ષાનું  યુવા મહોત્સવનું આયોજન તારીખ  એસ જે દવે હાઇસ્કુલમાં યોજાયો
છેલ્લા બે વર્ષથી કોરોના ભયંકર મહામારી ચાલી રહી છે ત્યારે શાળાઓ બંધ હતી પરંતુ થોડા સમયથી શાળાઓ ફરીથી ચાલુ થઇ ગઇ છે ત્યારે  શહેરા તાલુકામાં તાલુકા કક્ષાનું  યુવા મહોત્સવનું આયોજન તારીખ 14 -9-2021 ના રોજ એસ જે દવે હાઇસ્કુલમાં યોજાઈ ગયો જેમાં તાલુકામાંથી ૨૨ જેટલી માધ્યમિક શાળાઓએ ભાગ લીધો દીપ પ્રાગટ્ય ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી સ્કૂલના નિવૃત શિક્ષક અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સદસ્ય  અરવીંદભાઇ દરજી અને આચાર્યશ્રીઓ વિપુલ ભાઈ પાઠક, કે કે સોલંકી તથા શિક્ષકશ્રીઓ ઈન્દ્રવદનએન પરમાર  ,મોહસીન મીર, અમિત દવે,  નરેશ પટેલ , હીરાભાઈ બારીયા, રાજેશ વલવાઈ, રસિકભાઈ પઠાણ, બી એન ગઢવી જેવા નિર્ણાયક શ્રીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રેરક ઉદબોધન  અરવિંદભાઈ દરજી  તથા દવે હાઇસ્કુલ ના વિપુલભાઈ પાઠક  મારફતે પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યું  હતું, કોરોના ગાઈડ લાઈન અનુસાર તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ ઓફલાઈન રાખવામાં આવ્યો હતો અને 22 માધ્યમિક શાળાઓ એ તાલુકા યુવા મહોત્સવમાં ભાગ લીધો તે પૈકી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઈસ્કૂલના વિજેતા સ્પર્ધકો એક પાત્રીય અભિનય પ્રશાંત રાવજીભાઈ ચૌહાણ તથા લોક વાદ્ય સંગીત રાહુલ ભોપત ચૌહાણ શહેરા તાલુકામાં પ્રથમ નંબરે આવ્યા તથા ભજનમાં 2 નંબરે રાહુલ ભોપત ચૌહાણ તથા તથા સમૂહ ગીત સ્પર્ધા માં સોનલ તાવિયાડ અને સુમિત્રાબેન રામાભાઇ ચૌહાણ એન્ડ પાર્ટી તૃતિય સ્થાન શહેરા તાલુકા કક્ષાએ પ્રાપ્ત કર્યું હતું. આ સિવાય અન્ય શાળાઓ પણ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે આવેલ છે તાલુકાની સમગ્ર શાળાઓ ના  સ્પર્ધકોને ડેમલી હાઈસ્કૂલના ખૂબ જ ઉત્સાહી શાળાના વિદ્યાર્થીઓ માટે સતત  સેવાભાવી એવા શિક્ષક ઇન્દ્રવદન પરમાર સાહેબ દ્વારા  મંચ ઉપરથી અભિનય અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા સમગ્ર તાલુકાની શાળાઓ ને  ઉપસ્થિત સ્પર્ધકો શિક્ષકોને ઇન્દ્રવદન પરમાર  દ્વારા  અભિનયનો ખુબ સુંદર પ્રત્યક્ષ માર્ગદર્શન  નમૂનારૂપ ઇનોવેટિવ અભિનય જુમો ભિસ્તીનુ અભિનય કરીને પ્રેરક માર્ગદર્શન અભિનય ક્ષેત્રે આપ્યું હતું નિર્ણાયકોએ ખુબ સુંદર પોતાની કામગીરી કરી હતી.. આપ સૌને જણાવી દઈએ કે ડેમલી ની શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું અને તાલુકા નું ગૌરવ વધારેલ છે ડેમલી શાળાના આચાર્ય  પુષ્પાબેન પરમાર દ્વારા ડેમલી હાઈસ્કૂલના તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.. રાજ્યમાં ભયંકર વરસાદ વરસી રહ્યો છે ત્યારે  ઇન્દ્રવદન પરમાર યુવા મહોત્સવ ની કામગીરી માટે શાળામાં ખૂબ જ છેલ્લા એક સપ્તાહથી ભયંકર વરસાદ હોવા છતાં પણ ભારે જહેમત ઊઠાવી હતી અને તનતોડ મહેનત કરીને વિદ્યાર્થીઓને ખૂબ સુંદર તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિ અભ્યાસની સાથે-સાથે સહભ્યાસિક પ્રવૃત્તિઓમાં સર્વાંગી વિકાસ હેતુથી ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ તૈયાર થઈને પોતાનું નિખાલસ પર્ફોમન્સ રજૂ કરે તે વિશેષ ખ્યાલ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી ઉત્થાન માટે શાળાના ઉત્સાહી શિક્ષક ઇન્દ્રવદન પરમારે અને શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી ડેમલી હાઈસ્કૂલના નિવૃત શિક્ષક  અરવિંદભાઈ દરજી  પણ શાળા કક્ષાએ પહોંચી ને વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માહિતી અને માર્ગદર્શન આપેલ હતું શ્રી નવરચના એજ્યુકેશન ટ્રસ્ટ ડેમલી શાળા મંડળ એ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઈસ્કૂલના ના તમામ ભાગ લીધેલ અને પ્રથમ જે અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ શાળા વિદ્યાર્થી સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. ડેમલી શાળાના આચાર્યા  પુષ્પાબેન પરમારે વાલીઓનો અને વિદ્યાર્થીઓનો પણ શાળાનું નામ રોશન કરવા બદલ ખુબ ખુબ આભાર માન્યો હતો..

-કલ્પેશ પટેલ,
વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: