Friday, 17 September 2021

કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના કનૈયા-બે ગામમાં સ્ટીલ કંપનીઓના આગમન થકી સી.યુ. બેલ્ટ ઇડિયા કંપનીની આજુબાજુની જમીન બની કાચા સોના સમાન, જમીનના ભાવો આસમાને છતાં કંપનીઓ ખરીદવા ઉત્સુક

SHARE
કચ્છ જીલ્લાના ભુજ તાલુકાના કનૈયા-બે ગામમાં સ્ટીલ કંપનીઓના આગમન થકી સી.યુ. બેલ્ટ ઇડિયા કંપનીની આજુબાજુની જમીન બની કાચા સોના સમાન, જમીનના ભાવો આસમાને છતાં કંપનીઓ ખરીદવા ઉત્સુક -


ભારત સરકારશ્રી દ્વારા સ્ક્રેપ પોલીસીની જાહેરાતના કારણે કચ્છમાં સ્ક્રેપ પ્લાન્ટ સેન્ટર સ્થાપવાનું આયોજન થયેલ છે અને કચ્છમાં કંડલા બંદરથી વિદેશી જૂની કારો સ્ક્રેપ માટે આયાત થશે અને તેનું સ્ટીલનું મુખ્ય હબ સેન્ટર કચ્છ થવા જઈ રહ્યું છે. ભારત સરકારની સ્ક્રેપ પોલીસીના કારણે કચ્છમાં સ્ટીલ કંપનીઓનું આગમન દિવસોદિવસ વધતું જાય છે. ખાસ કરીને કચ્છમાં કનૈયા-બે ગામમાં અને ગામની મર્યાદિત સીમમાં સ્ટીલ કંપનીઓ જમીન ખરીદી રહી છે.
હાલ એક સ્ટીલની મહાકાય કંપની જાણવા મળેલ મુજબ 500 એકર જમીન સી.યુ. બેલ્ટ ઇન્ડિયા કંપની પાછળ ખરીદવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ ખેડૂતોમાં સમયની સાથે જાગૃતતા આવતા ખેડૂતો જલ્દીથી જમીન આપવા તૈયાર નથી. ખેડૂતો પણ હવે સૂઝબુઝથી પોતાની મહામૂલી જમીન પુરતા વળતર સાથે વેચાણ કરી રહ્યા છે અને દલાલોના ચક્કરથી ખેડૂતો દૂર રહી ડાયરેક્ટ કંપનીઓ સાથે સોદાઓ કરી રહ્યા છે.
ભારત સરકારે કચ્છમાં સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરેલ છે તેને કારણે સ્ટીલ કંપનીઓ કચ્છમાં આવી રહી છે અને કચ્છનો સ્ટીલ ઉદ્યોગમાં વધારે વિકાસ થવાનું મુખ્ય કારણ કંડલા બંદર છે. આ કંડલા બંદરે પશ્ચિમી દેશોના જે વાહનો કંડલા બંદરે ગુજરાતમાં આવશે અને તેનું પ્લાન્ટ પણ કચ્છમાં સ્થાપવાનું સરકારે જાહેર કરેલ છે. કંડલા બંદરના કારણે કચ્છમાં સ્ટીલ ઉદ્યોગોના ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થશે.
કચ્છમાં ભુજથી ભચાઉ રોડ ઉપર કનૈયા-બે ગામમાં સ્ટીલ કંપનીઓનું મોટા પાયે આગમન ચાલુ થઈ ગયું છે. કનૈયાબે ગામ ભુજથી ભચાઉ જતાં મેઇન હાઇવે ઉપર આવેલું છે. જ્યાં અગાઉથી A.M.W. જેવી વિશાળકાય કંપનીઓ કાર્યરત છે. તેમજ આજુબાજુ સોલાર કંપનીઓ જમીનો ખરીદી રહી છે અને તાજેતરમાં બે કંપનીઓએ પોતાના પ્રોજેક્ટ સ્થાપવા કનૈયાબે ગામની જમીન પણ ખરીદી લીધી છે. અને હજી પણ ખરીદી ચાલુ જ છે. એક સ્ટીલની મોટી કંપની કનૈયા-બે ગામમાં જમીન મેળવવા ખૂબ પ્રયત્નો કરી રહી છે. પરંતુ સમયના પરિવર્તન સાથે ખેડૂતોમાં ખૂબ જ બદલાવ આવેલ છે. અને ખેડૂતો પોતાની મહામૂલી જમીન વેચતા પહેલા ખૂબ જ સાવધાનીપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે. દલાલો મારફતે જમીન વેચવા કરતાં સીધી કંપનીને ખેડૂતો વેચાણ કરવા એપ્રોચ કરી રહ્યા છે. ખેડૂતોની સમજદારીના કારણે દલાલ રાજ ધીરે ધીરે અસ્ત થઈ રહ્યું છે.
નવી સ્ટીલ કંપનીઓ કનૈયા-બે ગામની જમીન સી.યુ. બેલ્ટ કંપની છે. તેની આજુબાજુ સીમને જ પસંદ કરી રહી છે. જ્યાં જમીનના પેટાળમાં અખૂટ ભૂર્ગભ જળ રહેલ હોય. કારણ કે સ્ટીલ કંપનીઓને પાણીની વધારે જરૂરિયાત પડતી હોય છે.
હાલ કનૈયા-બે ગામમાં જે બે કંપનીઓ નવી સ્થપાઈ રહેલ છે. તેઓએ કનૈયા-બે ગામની જમીનનું, પાણીના લેવલનું, માટીનું સર્વે કર્યા બાદ જમીન પસંદ કરી રહેલ છે.
નવી કંપનીઓ કનૈયા-બે ગામના જ્યાં બે કંપનીઓએ જમીન ખરીદેલ છે તેવી આસપાસ જ જમીનને વધારે પસંદ કરી રહી છે. કારણ કે તે જમીનની માટીનો પ્રકાર, પાણીનું અખૂટ ભૂગર્ભ જળ વાળી જ જમીન પસંદ કરી રહેલ છે. જનરલ સર્વે મુજબ કનૈયા-બે ગામના સર્વે નંબરો 303 થી 386 સુધીના જે સીમતલ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ તે સર્વે વાળી જમીનમાં ભૂગર્ભજળ અખૂટ છે. અને તે કારણોસર નવી કંપનીઓ ખાસ કરીને સી.યુ.બેલ્ટ ઇડિયા આસપાસ કે તેની પાછળના ભાગના જે સર્વે નંબરો છે. તેવી જ જમીન ખરીદવા માટે નવી કંપનીઓ વધારે પ્રાથમિકતા આપી રહી છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ નવી કંપનીઓ એ જગ્યા વધારે પસંદ કરે છે. જ્યાં પાણીનું ટેબલ લેવલ સારું હોય છે અને તે કનૈયા-બે ગામના સીમતળના સર્વે નંબરોને કંપનીઓ જમીન ખરીદવાનું ગામના અન્ય સીમતળથી ડબલ કિંમત પણ ચૂકવી મર્યાદીત એરિયામાં ખરીદી થઈ રહેલ છે.
આવતા સંજોગોમાં કચ્છમાં સ્ટીલ ઉદ્યોગોને કારણે સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે. સાથોસાથ આજુબાજુના ગામોનો પણ વિકાસ થશે.
આગામી ડિફેન્સ એક્સ્પો 10 થી 13 માર્ચ 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. ડિફેન્સ એક્સ્પો 2022નો ઉદ્દેશ મેક-ઇન ઇન્ડિયાથી દુનિયા માટે આગળ વધવાનો છે. ડિફેન્સ એક્સ્પો-2022 ભારતને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. આ બાબતે સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચે સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 100 દેશો ભાગ લે તેવી સંભાવના રહેલી છે. આ બાબત ધ્યાને લેતાં કંડલા બંદરે જે રીતે પશ્ચિમી દેશોની જૂની કારો સ્ક્રેપ માટે આવશે અને કચ્છમાં સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવાની લેવાયેલ નિર્ણય ભવિષ્યમાં કચ્છમાં સંરક્ષણને લગતા કારખાનાઓની ઉજળી તકો દેખાઈ રહી છે. કારણ કે સંરક્ષણમાં લોખંડની જરૂરિયાત હોય છે અને લોખંડનું સેન્ટર કચ્છ ભારત સરકારની પોલીસીના કારણે બનવા જઈ રહ્યું છે.


--સંકલન-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: