Monday, 13 September 2021

બૉલીવુડ ઢોલીવુડ ના ખ્યાતનામ કલાકારો સાથે કામ કરવાની તક મેળવી પૂજા પરીખ પટેલે

SHARE
બૉલીવુડ ઢોલીવુડ ના ખ્યાતનામ કલાકારો સાથે પૂજા પરીખ પટેલને કામ કરવાની તક મેળવી

 કોલર્સ ગુજરતી પર આવતી સિરિયલ મનમિલાપ. com માં સારો અભિનય કરી ગુજરાતી ઓના દિલ જીતી લીધા છે

કલાકારને કોઈ ઉંમર નડતી નથી તેતો ટેલેન્ટજ
પુરવાર કરે છે-પૂજા પરીખ પટેલ

અમુક ઉમંર થાય પછી માણસ ને જ્યારે કંઇ નવુ કરવુ હોય તો બહારના હોય કે ઘરના લોકો હોય એવું કહે કે “ આ ઉમંરે તું નવું કામ શરુ કરીશ  તેવુ જ પૂજા પરીખ પટેલ સાથે પણ થયું ,૩૭ વષે ની ઉમરે ફિલ્મોમાં અભિનય કરવાનું મન બનાવ્યું અને ‘હમેં હક ચાહીએ હક સે’ નામની ફિલ્મમાં પૂજા પટેલને એક રિપોર્ટરનું નાનું પાત્ર મળી ગયું.. એક સમય લોકો પાસેથી એમને એવું પણ સાંભળવા મળેલું કે આટલી ઉંમરે તમને શું કામ મળશે. છતાં મન મક્કમ કરી અને અભિનય તરફ જ પોતાની કેરિયર આગળ વધારવાનો તેમનો નિર્ણય આખરે સફળ સાબિત થયો. પહેલી ગુજરાતી ફિલ્મ ‘એય માસ્ટરની’ મળી. જેમાં તેમને પોતાની એક્ટિંગ સાબિત કરવાનો મોકો મળી ગયો. આમ તેઓએ અત્યાર સુધીમાં લગભગ ૧૪  જેટલી ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપી ચુક્યા છે. જેમાં ‘ચાસણી’ ફિલ્મ માટે તેઓ કહે છે કે તેમને મનોજ જોશી સાથે કામ કરવા મળ્યું. તે તેમના માટે ખુબ જ ખુશીની ક્ષણ હતી. ‘સાજણ મારી લાખોમાં એક’ ફિલ્મમાં પણ તેમણે સુંદર અભિનય કરીને દર્શકોનો પ્રેમ મેળવેલો. ઉપરાંત પટેલ વર્સીસ પેટ્રીક્સ,હું નરેન્દ્ર મોદી બનવા માગું છું ફિલ્મમાં તેઓ નરેન્દ્ર મોદીના માતાના રોલમાં જોવા મળેલા, લાઈન ઓફ ગુજરાત વગેરેમાં અભિનય કર્યો. 
હિન્દી ફિલ્મોમાં કંગના રાનાવત અભિનીત ‘મણીકર્ણિકા’ માં તેમને મળેલું પાત્ર તેઓ મેળવવાથી ખુબ જ ખુશ હતા. ‘ધ સ્ટ્રગલર’ નામની હિન્દી ફિલ્મ પણ તેમના અભિનયવાળી રીલીઝ થાય ત્યારે દર્શકો એમનો અભિનય જોઈ શકશે. અજય દેવગણના પ્રોડક્શન હેઠળ બનેલ ‘બીગ બુલ’ માં સુપિયા પાઠક સાથે સીન્સ હતા પરંતુ એડીટીંગ દરમિયાન તેમના કરેલા સીન્સ ફિલ્મમાંથી કપાઈ ગયેલા. 
 NETFLIX WEBSERIES BOMBAY BEGUMS માં પૂજા ભટ્ટ સાથે શૂટ કરવા નો ચાન્સ મળ્યો હતો . જે એમના માટે મોટી સફળતા છે . 
  CRIMINAL JUSTICE- 2  માં કિર્તિ કુલ્હારી સાથે કામ કરવા નો ચાન્સ મળ્યા ની ખુબ ખુશી છે . 
  હિન્દી સિરીયલ માં કુલ્ફી કુમાર બાજેવાલા માં Starplus ની સીરીયલ માં ઇંસ્પેકટર નો રોલ કયોઁ  છે 
  બોલીવુડ એકટર કંગના રાનાવત, પૂજા ભટ્ટ,મનોજ જોશી, રાજૅપાલ યાદવ ,અનુષ્કા સેન, શિવિન નારંગ, સુદેશ બેરી , મોહિત મલિક સાથે shoot કરવાનો મોકો મળવાથી ગવૅ ની લાગણી અનુભવે છે.
 ગુજરાતી એકટર દિવ્યાંગ ઠક્કર , દશૅન રાવલ , સમીર રાજડા, ઓજાલ રાવલ, આશા પંચાલ ,શીલા બેન,  જીત ઉપેન્દ્ર , ધર્મેશ વ્યાસ સાથે shoot કરવાનો મોકો મળવાથી ગવૅ ની લાગણી અનુભવે છે.
ટુંક સમય માં producer Haresh Patel જી ની મુવી તખુભ્ના ની  તલવાર મુવી આવશે  .  
હિન્દી સીરીયલોમાં પૂજા પટેલે “ યે રિશ્તા કયા કહેલાતા હે “ , સીઆઈડી, ફીયર ફાઈલ્સ, ઝાંસી કી રાની, દિવ્યદ્રષ્ટિ ,, મુસ્કાન, શાદી કે સીયપ્પે વગેરે તથા ગુજરાતી સીરીયલ્સમાં સાવજ, દીકરી વ્હાલનો દરિયો, લક્ષ્મી સદૈવ મંગલમ અને હવે તેઓ નવી શરુ થયેલી સીરીયલ ‘મન મિલાપ’ માં જોવા મળી રહ્યા છે. 
યે રીશ્તા ક્યા કહેલાતા હૈ માં ડોકટર નો રોલ કયો હતો.
પ્ર ‌– સીરીયલ ‘મન મિલાપ’ ના આપના પાત્ર વિષે કહેશો.
ઉ –‘મન મિલાપ’ માં હું ઘરની મોટી વહુનું પાત્ર ભજવું છું. એટલે ઈચ્છા જે મુખ્ય પાત્ર છે તે મારી જ દીકરી છે. બહુ જ પ્રેમાળ, કેરીંગ, ગમે ત્યારે ઘરના લોકો સાથેની પરિસ્થિતિ બગડી હોય કે કોઈ ગુસ્સો કરે ત્યારે તે વાત મારે જ સાચવવાની. જેમાં મારી નણંદના મેરેજ નથી થયેલા અને વર્ષોથી ઘરે જ છે. જેના લીધે તે પપ્પા સાથે થોડો પ્રોબ્લેમ બતાવવામાં આવ્યો છે. તેને સોલ્વ કરવા માટે ઘરમાં હું એક જ છું જે સાચવું છું. બાબુ ભાઇ સેન્ટીમેન્ટ્લ માં હીરો ની મા નો રોલ ક્યોં હતો . હવે --   ભાની તલવાર મુકી આવી રહી છે .  આ પાત્ર એકદમ સમજદાર અને ઠરેલ સ્ત્રીનું છે. જે બધાને સાચવીને કામ કરતી હોય છે. ઘરની એક સ્ત્રી પ્રેમાળ હોવી જોઈએ, બીજાની ખુશીમાં પોતે ખુશ હોવી જોઈએ, કોઈપણ પરિસ્થિતિને કઈ રીતે સાચવવી એ આવડવું જોઈએ, ઘર ચલવવાની આવડત, મોટાને રીસ્પેક્ટ અને નાનાને પ્રેમ આપવાનો વગેરે બધા જ સ્ત્રીના ગુણ છે. જે તમે મારા પાત્રમાં જોઈ શકશો.

પ્ર– આપના પરિવાર વિષે જણાવશો. ફિલ્મો અને ફેમીલી વચ્ચે સમય કેવી રીતે આપો છો?
મારી સફળતા પાછળ મમ્મી ના આશીવાદ બહેન ની પ્રાથૅના , ભાભી નું મોટીવેસન અને મારા પતિ એ આપેલ ફૂલ support અને મારા ૧૧ વષૅ ના દીકરા એ આપેલ sacrifice એ ભાગ ભજવીયો છે . 
ઉ– સ્વાભાવિક રીતે જ મેરીડ વુમન્સને કામ અને ઘર બંને સંભાળવામાં તકલીફ તો પડતી જ હોય છે. મારો દીકરો પણ હજુ ૧૧ વર્ષનો જ છે.છેલ્લા બે વર્ષથી તેઓ પાલેજમાં શોપ સંભાળી રહ્યા છે. એમણે મને જીવનમાં બહુ જ સપોર્ટ કર્યો છે. મારા દીકરાને હું મારી સાથે શૂટ પર સાથે લઇ જાઉં છું. જેથી હું તેની સાથે રહી શકું અને સાચવી શકું.
 

--વ્યક્તિ વિશેષ અહેવાલ-કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: