"મૈત્રી" સંસ્થાના દિવ્યાંગ બાળકો દ્વારા ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશજી નું વિસર્જન સંસ્થામાં જ કરવામાં આવ્યું
નડિયાદની "મૈત્રી" સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન સંસ્થા દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારશ્રીના આદેશ અનુસાર, સોશિયલ ડિસ્ટંસિંગનુ પાલન કરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજસેવા સાથે સંકળાયેલા લોકો જોડાઈ આરતીનો લાભ લીધો હતો. તથા 151 વસ્તુઓનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને તેઓના હસ્તે મૈત્રી સંસ્થાના પટાંગણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી. આ ગણેશજી ની મૂર્તિ ની માટી તથા 51 તુલસીના છોડ અને અન્નકૂટનો પ્રસાદ બાળકો તથા ઉપસ્થિત સૌને આપવામાં આવ્યો હતો
-કલ્પેશ પટેલ
નડિયાદ
મો-9879407774
0 comments: