Monday, 13 September 2021

ગુજરાત એન્ડ મીડિયા ક્લબ કપડવંજ ની બીજી મીટિંગ સંસ્થા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી

SHARE

ગુજરાત એન્ડ મીડિયા ક્લબ કપડવંજ ની બીજી મીટિંગ સંસ્થા  પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળી 
કપડવંજ,
ગુજરાત પ્રેસ અને મીડિયા કલબ ની બીજી મીટિંગ કપડવંજના શ્રી કુબેરજી મહાદેવ મંદિર ખાતે 
 ૧૨’ સપ્ટેમ્બર ના રોજ મળી હતી.
સંસ્થાના પ્રમુખ ચેતન નંદુભાઈ પટેલ (દાસ) ના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં ગુજરાત મીડિયા ક્લબના હોદ્દેદારોને પ્રેસ ઓથોરિટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.સંસ્થાના પ્રમુખ તરફથી પત્રકારત્વ વેગવાન બનાવવા  અને સામાજીક ઉત્થાન માટે પત્રકારો ના  યોગદાન અંગે ની બાબતો ની ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સભ્યો સાથે મંતવ્યોની આપ-લે કરી હતી ગામના તાલુકાના અને જિલ્લાના પત્રકારો અને પત્રકારત્વ ને  વધુ મજબૂત બનાવવા તેમજ ઊંચું લાવવા અંગે પણ ઉપરોક્ત સભામાં વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા . કાર્યક્રમની શરૂઆતમાં મધ્ય ગુજરાત પત્રકાર સંઘ ના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર સ્વ.ગિરિશભાઈ જોષી અને ગુજરાત પત્રકાર સંઘના સભ્ય એવા સ્વ.વાસુદેવભાઈ બ્રહ્મભટ્ટ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા ક્લબ ના પ્રમુખ તેમજ ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ચેતન પટેલ (દાસ) ના   કોરોના કાળ  માં કરેલા ઉમદા સેવા કાર્યો  ને બિરદાવી ‘ભામાશા’ નું બિરુદ આપ્યું હતું તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી ભાવિન જોશી, ધનવંત પટેલ ,પ્રકાશ મકવાણા તેઓને તલવાર અર્પણ કરી હતી.  વધુ માં સંગઠના સભ્યો અઝીઝ ખેરાડા,પંકજ શર્મા એ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. સંગઠન ના તમામ સભ્યો એકતા ના  જયઘોષ સાથે છુટા પડ્યા હતા.

-કીર્તન પરીખ,કપડવંજ
SHARE

Author: verified_user

0 comments: