આણંદ જિલ્લાના મોરડ પ્રાથમિક શાળામાં ઉજવાયો શિક્ષક દિવસ..
5 મી સપ્ટેમ્બર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.. આણંદ જિલ્લાના મોરડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસીય શિક્ષક બની આખા દિવસનો કાર્યભાર જાતે સાંભળી શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. શાળાના તમામ શિક્ષકોએ ઓફલાઇન તેમજ ઓનલાઇન બંને રીતે ક્લાસ લેવડાવવામાં વિદ્યાર્થીઓને માર્ગ દર્શન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ઍલસીનાબેન અમોદીયા એ કર્યું હતું. આ તબક્કે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોને સન્માનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડૉ. નિર્મળદાન ગઢવી ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સેવા બજાવી હતી. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ.જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ. કલેકટરશ્રી,ડી.ડી.ઓ, ડી.ઓ.,ડી.પી.ઓ, તથા સંતો મહંતોની ઉપસ્થિતિમાં શિક્ષક દિવસ હરખભેર ઉજવાયો. સવિશેષ લેખકશ્રી રાકેશ રાવતના પુસ્તકનું વિમોચન થતા ડૉ. મણિલાલ હ.પટેલ અનુબેન મહેતા.. રાકેશ રાવત અને ડૉ. નિર્મળદાન ગઢવીની હાજરીથી કાર્યક્રમમાં જેમ અને જુસ્સો જોવા મળ્યો હતો.
--કલ્પેશ પટેલ
આણંદ
મો-9879407774
0 comments: