Saturday, 4 September 2021

આણંદના રોકડિયા હનુમાનજી મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો

SHARE
આણંદના રોકડિયા હનુમાનજી મંદિરે રક્તદાન કેમ્પ યોજાયો



આણંદ સ્વામિનારાયણ ભગવાનને સ્વહસ્તે સ્થાપેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના  તેમજ તાબાના આણંદ નગર મધ્યે શ્રીજી મહારાજની પ્રસાદીભૂત શ્રી રોકડિયા હનુમાનજી મંદિરના મહંત પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણ દાસજી (સાહિત્યાચાર્ય)ના શુભ સંકલ્પ તથા વડતાલ ગાદી પિઠાધિશ્વર પ.પૂ. ધ.ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના આશિર્વાદથી તથા મંદિરની બાજુમાં આવેલ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના ચેરમેન પ.ભ. બિપીનચંદ્ર પટેલ (વકીલ સાહેબ) તથા પીપલ્સ મેડિકેર સોસાયટીના સીઇઓ ડો. પાર્થભાઇ પટેલના અનન્ય સાથ સહકારથી શ્રી રોકડિયા હનુમાનજીના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના વહીવટકર્તા શ્રી હરિકૃષ્ણભાઇ પટેલના જણાવ્યા અનુસાર સવારે 9.00 કલાકે દિપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પની શરૂઆત થઇ. આ નિમિત્તે મંદિરના મહંત પ.પૂ. શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન પ.ભ. હેમંતભાઇ પટેલ (વકીલશ્રી) વા. ચેરમેન આણંદ રેડક્રોસ સોસાયટી શ્રી દેવેન્દ્રભાઇ પટેલ, ટ્રસ્ટી ઉમેશભાઈ સેલત તથા આણંદ નગરપાલિકાના પ્રમુખ વતી વનીષભાઇ પટેલ (દાલ) તથા પિપલ્સ મેડકેર સોસાયટીના સીઇઓ શ્રી પાર્થભાઇ બિપીનચંદ્ર પટેલ તથા પી.એમ. પટેલ કોલેજીસ એન્ડ ઇન્સ્ટીટ્યૂટના શિક્ષણના પ્રોફેસર મિત્રો હાજર રહી પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. રેડક્રોસ સોસાયટીના કેમ્પ કોડીનેટર નિરવભાઈ પટેલે કેમ્પનુ મેનેજમેન્ટ કર્યુ હતું. આ કેમ્પમાં શતકવીર રક્તદાતા જગદીશભાઈ હરીયાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં 111 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી. રક્તદાન કેમ્પની પૂર્ણાહૂતિ સાંજે 7 કલાકે કરવામાં આવી હતી. મંદિરના મહંત પ.પૂ. શાસ્ત્રી સત્સંગભૂષણ દાસજી સ્વામી દ્વારા  સમગ્ર વ્યવસ્થા ઉભી કરાઇ હતી. આ નિમિત્તે વડતાલ લક્ષ્મીનારાયણદેવ ગાદીના પિઠાધીશ્વર પ.પૂ. ધ.ધૂ. 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે પણ આશિર્વાદ આપ્યા હતા. મંિદરના અતુલભાઇ શુકલ, ભુપેન્દ્રભાઇ પટેલ, આશીષભાઇ પટેલ, પત્રકાર હર્ષદભાઇ પટેલ, મનીષભાઇ બ્રહ્મભટ્ટ સાથે ઘણા સ્વયંસેવકોએ આ કેમ્પને સફળ બનાવવા સેવા બજાવી હતી.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: