Tuesday, 31 August 2021

શહેરના જરૂરિયાતમંદ પરિવારો પણ શ્રાવણી તહેવારો ઉજવી શકે તેવા ઉમદા હેતુથી "માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ" અને સહયોગી સંસ્થાઓ દ્વારા 500 રાશનકીટ્સનું થયું વિતરણ

SHARE
.                 
શહેરના જરૂરિયાતમંદ પરિવારો પણ શ્રાવણી તહેવારો ઉજવી શકે તેવા ઉમદા હેતુથી "માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ" અને સહયોગી સંસ્થાઓ દ્વારા 500 રાશનકીટ્સનું થયું વિતરણ 

સંસ્કારી નગરી વડોદરાની ગરવી અને સંવેદનશીલ સંસ્થા "માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ" છેલ્લા છ વર્ષથી શહેરના પૂર્વ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોની બેલી બનતી આવી છે. આથી, માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટની ઇમાનદારી અને નિષ્ઠાપૂર્વકની કામગીરીથી પ્રેરાઈને, અમેરિકા સ્થિત નવકાર સેન્ટર અને નવકાર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો સહયોગ સાંપડતા, આ ત્રણેય સંસ્થાના સંયુકત ઉપક્રમે શ્રાવણ માસના બીજા પખવાડિયામાં આવતા નાગપંચમી, રાંધણછઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી તથા નંદોત્સવ જેવા પવિત્ર પર્વ સમયે શહેરના પૂર્વ વિસ્તારના વિવિધ જરૂરિયાતમંદ શ્રમજીવી, રેનબસેરા તથા સ્લમ વિસ્તારોમાં જુદા જુદા દિવસોએ જરૂરિયાતમંદ બહેનોને તેમજ વિધવા મહિલાઓને વિશિષ્ટ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક મમતા શાહે અખબારી પ્રતિનિધિ/મીડિયાને વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉંચી ગુણવત્તા ધરાવતી કુલ ૭ કિલોની રાશનકીટમાં મુખ્યત્વે ૪ કિલો ઘંઉનો લોટ, ૨ કિલો ચોખા તેમજ ૧ કિલો મગની દાળનો સમાવેશ છે એવી ૫૦૦ જેટલી રાશનકીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમારી સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટની ઉમદા સામાજિક સેવાકાર્યોથી પ્રેરાઈને, આ અગાઉ પણ નવકાર સેન્ટર, (અમેરિકા) દ્વારા ઈકો ગાડી સંસ્થા ને સેવાકીય કાયૅ માટે ભેટ આપવામાં આવી હતી,આવી જ રીતે સમાજ ના અનેક સખાવતીઓનો ઉદાર હાથે આર્થિક સહયોગ સતત સાંપડતો રહ્યો છે. જરૂરિયાતમંદ જનતા અને સંસ્થા વતી અમે હરહંમેશ તેમના ઋણી રહીશું. આવો જ સહયોગ ભવિષ્યમાં પણ મળતો રહેશે, તો સંસ્થા મારફતે જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાયજ્ઞો ચાલુ રાખવાની અમારી ખેવના છે.

કલ્પેશ પટેલ,વડોદરા
SHARE

Author: verified_user

0 comments: