Sunday, 15 August 2021

કપડવંજ તાલુકાના પત્રકારોને મીટીંગ અને સ્નેહ સંમેલનમાં ચેતનભાઈ એન પટેલ પ્રમુખ તરીકે વરણી

SHARE
 કપડવંજ તાલુકાના પત્રકારોને મીટીંગ અને સ્નેહ સંમેલનમાં ચેતનભાઈ એન પટેલ પ્રમુખ તરીકે વરણી
 કપડવંજ તાલુકાના પત્રકારોની મીટીંગ અને સ્નેહમિલન બંધન હોટલ ખાતે યોજાયું હતું તેમાં સર્વ સંમતિથી પંથકના કોરોના વોરિયર અને સમાજ સેવક ચેતનભાઈ નંદુભાઇ  પટેલની ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા ક્લબ કપડવંજના આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે તેઓએ પત્રકારો ની એકતા અખંડિતતા તેમના ઉત્કર્ષ માટેની હાકલ કરી હતી સંસ્થા દ્વારા સમાજના તથા આમ જનતાના પ્રશ્નોને વાચા આપી સૌને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે  નવા વરાયેલા પ્રમુખ ચેતનભાઇ પટેલે કોરોના મહામારી ના સમય દરમિયાન કોરોના યોદ્ધાઓને તથા દર્દીઓને અને તેમના સગા સબંધીઓને ઉમદા સેવાઓ પૂરી પાડી હતી અને છેલ્લે સમગ્ર શિક્ષણજગતમાં વિક્રમ જનક રીતે રૂપિયા સાત લાખ ઉપરાંતના ખર્ચે સમગ્ર તાલુકાના વિદ્યાર્થીઓને નોટબુક તથા ચોપડાનું વિતરણ કરી લોકપ્રિયતા હાંસલ કરી હતી
SHARE

Author: verified_user

0 comments: