Sunday, 15 August 2021

જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્રારા 15મી ઓગસ્ટ નિમિત્તે દેશદાઝ વ્યક્તિત્વ પર વકૃત્વ સ્પર્ધા સાથે આઝાદીના 75વષઁની જોશભેર ઉજવણી

SHARE
જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્રારા 15મી ઓગસ્ટ નિમિત્તે દેશદાઝ વ્યક્તિત્વ પર વકૃત્વ સ્પર્ધા સાથે આઝાદીના 75વષઁની જોશભેર ઉજવણી
       
         જાગૃતિ મહિલા સમાજ, આણંદ  સંસ્થાના આધસ્થાપક શ્રીકુસુમબેન એડનવાલા તેમજ પ્રમુખ શ્રીભારતીબેન પટેલના માર્ગદર્શન મુજબ તા.12 ઓગસ્ટના રોજ કમલા પાકઁ મેરેજ હોલ ખાતે દેશદાઝ માટે યોગદાન આપનાર વ્યક્તિત્વ એવા મહાન વીરલાઓ  પર વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી,જે કાયઁક્મની શરૂઆત સંસ્થાના ઉપપ્રમુખ સરોજબેન શાહે પ્રસ્તાવના આપી કરી હતી.આ સ્પર્ધામાં સભ્ય બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં પ્રથમ ક્રમે - અચઁનાબેન શુકલ-જેમણે લોખંડીપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ખૂબ  જ સરસ રીતે અભિવ્યક્ત કયુઁ હતું.દ્વિતીય ક્રમે - ઇન્દુબેન વાઘેલા જેમણે મિસાઇલ મેન અબ્દુલ કલામ સાહેબનું વ્યક્તિત્વ રજૂ  કયુઁ હતુ.જયારે15મી ઓગસ્ટને અનુરુપ ડ્રેસીઞમાં પ્રથમ ક્રમે - કાજલબેન અગ્રવાલ જેમણે ભારત માતા બની દેશપ્રેમ રજૂ કયોઁ હતો,જ્યારે દ્વિતીય ક્રમે- જયશ્રીબેન ભિમાણી જેઓ આમીઁ જવાનનું કિરદાર નિભાવી દેશદાઝ દર્શાવ્યો હતો.આ સ્પર્ધાના નિર્ણાયક  તરીકે  ઇતિહાસમાં  તજજ્ઞ એવા  રાજેન્દ્રસિંહ ઝાલા અને શ્રધ્ધાબેન ભાવસારે  નિર્ણયાક તરીકેની ઉમદા  સેવા આપી હતી.સમગ્ર કાયઁક્મના ઇનામના સવઁદાતા તરીકે જ્યોતિબેન માણેક સેવા આપી હતી,સંસ્થાએ એમનો આભાર માન્યો હતો.એ સાથે કાયઁક્મમાં વિશેષ  હાજરી આપનાર આણંદના કાઉન્સિલર મયુરીબેન પટેલ અને નેહલબેનનું સંસ્થાના પ્રમુખ શ્રીભારતીબેન  અને  કારોબારી સભ્ય ભાવનાબેન બારોટે  સન્માન કયુઁ હતું.એ સાથે સવઁ સભ્ય બહેનોએ તિરંગો લહેરાવી તિરંગા ટેટૂ લગાવી દેશભિકત ગાનથી સ્વતંત્ર દિનની જોશભેર ઉજવણી કરી હતી.
      આ સમગ્ર કાયઁક્મનું સંચાલન સંસ્થાના મંત્રી  સ્મિતાબેન પંડયા અને ખજાનચી મનીષાબેન સોલંકીએ કયુઁ હતું.એ સાથે સંસ્થાના કારોબારી સભ્ય હષાઁબેન સુથાર અને નિશાબેન જાનીનો પણ સહયોગ સાંપડયો હતો.
--કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: