Friday, 23 July 2021

કપડવંજ તાલુકાના ચિખલોડની બેંક ઓફ બરોડા શાખામાં ખેડૂતોને પરેશાની..

SHARE
કપડવંજ તાલુકાના ચિખલોડની બેંક ઓફ બરોડા શાખામાં ખેડૂતોને પરેશાની.. 
(આર. કે. પટેલ, સુખપુરા)
      
 કપડવંજ તાલુકાના પૂર્વ પંથક એવા ચિખલોડ ગામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં બ્રાંચ મેનેજર નિયમિત હાજર ન હોવા બાબતે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
    આ વિસ્તારમાં ચિખલોડ મુકામે માત્ર બેંક ઓફ બરોડાની એક જ શાખા આવેલી હોવાથી આ વિસ્તારના ચિખલોડ,બામણીયા, કાપડીવાવ , સુખપુરા, દેવપુરા ,વડોલ ,વિઠ્લપુરા, માલ ઈટાડી, ધજાપુરા,  રમોસડી, ખોખરીયા અનેક નાના-મોટા ગામડાઓના ખેડૂતો આ શાખાના ખાતા ધારકો છે.
      હાલ ખેતીની સિઝનમાં ખેડૂતોને બેંક સાથે લેવડ-દેવડ માટે ઘણા કામકાજ હોય છે.
        છેલ્લા બે-ત્રણ માસથી બેંક મેનેજરની અનિયમિત હાજરી હોવાથી  કામકાજ માટે ખેડૂતો ખૂબ જ મુશ્કેલી પડે છે.
         જેમકે ખેતી ધિરાણ, વિદ્યાર્થી લોન,  ઘિરાણ રીન્યુ અંગેના અનેક કામો સમયસર ના થતા ખેડૂતો હેરાનગતિ ભોગવવી રહ્યા છે. આ પંથકના ચિખલોડના ખેડૂતશ્રી ચંદ્રકાંતભાઈ વી પટેલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો બેંકમાં ધક્કા ખાઈ થાકી ગયા છે. દૂર દૂરથી આવતા ખેડૂતો ધક્કા ખાઇ પાછા જાય છે. બેંકમાં કોઇ સંતોષકારક  જવાબ આપવા તૈયાર નથી. બેંકની સ્થાપના દિવસે યોજાતી મીટીંગ છેલ્લા પાંચ વર્ષથી થતી નથી એટલે ખેડૂતોના કોઈ પ્રશ્ન ચર્ચામાં લેવામાં આવતા નથી.બેંકમાં ખેડૂતોના પ્રશ્નો કોઈ સાંભળવા તૈયાર નથી.
 આ અંગે ચિખલોડ પંચાયત જાગૃત સરપંચ શ્રીમતિ કૈલાસબેન ઇશ્વરભાઇએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે બેન્ક મેનેજર નિયમિત હાજર રહે તથા બેન્ક સ્ટાફ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરે અેવા આપવાની જોગવાઈ થાય તે જરૂરી છે.જો આ અંગે સત્વરે કાર્યવાહી નહિ થાય તો આ પંથકના મોટાભાગના ખેડૂતો આ શાખામાં ખાતા બંધ કરીને અન્ય બેંકોમાં જવાની તૈયારી કરી રહ્યા છે. 
        હાલ, આ બેંક શાખાની તસવીરમાં મેનેજરની ખુરશી ખાલી નજરે પડે છે.
SHARE

Author: verified_user

0 comments: