Saturday, 24 July 2021

ઇન્ડિયન લાયોનેસ ઓસમ ક્લબ નાં ચાર્ટડ દિવસ ની ઉજવણી " સમાજ સેવાધારી " નાં સમ્માન કરાયા

SHARE
ઇન્ડિયન લાયોનેસ ઓસમ ક્લબ નાં ચાર્ટડ દિવસ ની ઉજવણી " સમાજ સેવાધારી " નાં સમ્માન કરાયા
          ઇન્ડિયન લાયોનેસ ઓસંમ ક્લબ એ ૪ વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો. આ શુભ દિવસ નિમિતે વડોદરા નાં પાંચ " સમાજ સેવાધારી" નું સમ્માન આશિષ હોટેલ મા એમના ફોટા સાથે સર્ટિફિકેટ અને એમના નામ સાથે નાં ચાંદી નાં સિક્કા સાથે હર્ષ ઉલ્લહાસ થી કરવામાં આવ્યું.આ અમૂલ્ય ભેટ ગાંધીનગર મુખ્ય સેક્ટર પર થી આપવામાં આવી.ક્લબ તરફથી ચોકલેટ બુકે અને ભોજન સમારંભ અને કેક કટિંગ કરવામાં આવ્યું. ઑસમ ક્લબ નાં પ્રમુખ પૂજા શાહ એ પોતાની ટીમ સાથે જણાયું કે સમાજ માટે આવી ઘણી બધી સેવાઓ કરતા રહીશું અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ સાબિત કરીશું.

 ફોટો-કલ્પેશ પટેલ,વડોદરા
SHARE

Author: verified_user

1 comment: