Saturday, 24 July 2021

ગુરુ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કે જે ભારતીય આધ્યાત્મિક અને શૈક્ષણિક તહેવાર છે.

SHARE
 ગુરુ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કે જે ભારતીય આધ્યાત્મિક અને શૈક્ષણિક તહેવાર છે.
 ગુરુનું સ્થાન અને મહત્વ જીવનમાં અનેરું છે. 
ગુરુ એ તો શિષ્ય ના પથદર્શક છે. ગુરુપૂર્ણિમાના આ શુભદિવસે, ગુરુપ્રત્યેની કૃતજ્ઞતા અને સન્માનને અભિવ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ૨૪ જુલાઈ ૨૦૨૧, શનિવારના રોજ પુરુષોત્તમ યાગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ડીનશ્રી પ્રો. આર. સી પટેલ (ફેકલ્ટી ઓફ એજ્યુકેશન), ડીનશ્રી પ્રો. આદ્યા સક્સેના (ફેકલ્ટી ઓફ આર્ટ્સ), ડો. સૌર્ય બ્રહ્મભટ્ટ (ઇગ્લીશ ડીપાર્ટમેન્ટ), મહાવિદ્યાલયના પ્રાચાર્ય પ્રો. હિતેશ રવિયા, વિભાગાધ્યક્ષ ડો. રામપાલ શુક્લા તથા ડીન ઓફ સ્ટુડન્ટ ડો. યોગેશ ત્રિવેદી તથા સમગ્ર અધ્યાપક ગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલય ના છાત્રો દ્વારા કરવામાં આવ્યું હતુ અને આ કાર્યક્રમ માં કૉલેજ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ પણ ભાગ લીધો હતો. પવિત્ર યજ્ઞ નું આયોજન યજ્ઞ શાળામાં તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ન્યુ બિલ્ડિંગ માં કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ગુરુ અષ્ટકમ, ગુરુ વંદના નું નૃત્ય તેમજ લઘુ નાટક પ્રસ્તુત કર્યું હતુ. લઘુનાટક શ્રી વલ્લાચાર્યજીના શિષ્ય શ્રી દામોદરદાસ હર્ષાની જી ના એક પ્રસંગ પર આધારિત હતું જેનું શિર્ષક હતું  "કર્તવ્યપરાયણતા". સાંસ્કૃતિક કાર્યક્રમો પછી છાત્રો દ્વારા પારંપરિક રીતે ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું.

સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
SHARE

Author: verified_user

0 comments: