Friday, 23 July 2021

જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્વારા અંબાજીપુરામાં રાશન કીટ તથા ગૌરીવ્રત નિમિત્તે બાળાઓને 'ખાવું' વિતરણ કરાયું.

SHARE
જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્વારા અંબાજીપુરામાં રાશન કીટ તથા ગૌરીવ્રત નિમિત્તે બાળાઓને 'ખાવું' વિતરણ કરાયું.
જાગૃતિ મહિલા સમાજ, આણંદના આદ્ય સ્થાપક કુસુમબેન એડનવાલાની પ્રેરણાથી પ્રમુખ શ્રીમતિ ભારતીબેન પટેલના પરીવાર તરફથી બોરીયાવીના અંબાજીપુરામાં રાશન કીટ જેમાં તુવેર દાળ, મગ, ચણાદાળ ,ચા પત્તી અને ગોળ વગેરે સામગ્રીની કીટ ૩૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવી હતી ,સંસથાના આધસ્થાપક કુસુમબેન એડનવાલા તરફથી ૧૦૦૦ રૂપિયા અને વર્ષાબેન તરફથી ૫૦૦ રૂપિયા રાશન કીટ પેટે ભેટ મળ્યા હતાં. ગૌરીવ્રત કરતી બાળાઓને જાગૃતિ મહિલા સમાજ, આણંદના સભ્ય સોનલબેન મહેતા તરફથી સુકોમેવો, ફરાળી બિસ્કીટ, વેફર્સ, કેળા અને લંચબોક્ષનુ વિતરણ કરવામાં આવ્યું. ભાવનાબેન બારોટે ફરાળી ચીકી અને ચોકલેટ, ગીતાબેન શુકલએ અમૂલ દૂધનું વિતરણ કર્યુ હતું.
શ્રીમતિ વર્ષાબેન અમિને સ્ટીલના વાસણ ભેટ આપ્યા હતાં. પારૂલબેન પરમારે નેપકીન,   મીનાબેન સીવાગમન(મદ્રાસ) તરફથી મોતીના સેટ, બાળાઓને વિતરણ કર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અંબાજીપુરા પ્રા.શાળાના
આચાર્યશ્રી નિલેશભાઈ શાહ, કેતુલભાઈ પટેલ, જાગૃતિ મહિલા સમાજ, આણંદના ખજાનચી મનીષાબેન સોલંકી તથા કારોબારી સભ્ય ભાવનાબેન બારોટે જહેમત ઉઠાવી હતી.
ફોટો-કલ્પેશ પટેલઆણંદ
SHARE

Author: verified_user

0 comments: