Thursday, 22 July 2021

ગૌરી વ્રતનો પ્રારંભ થતા ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું.

SHARE
 ગૌરી વ્રતનો પ્રારંભ થતા ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું.

ગૌરીવ્રત  આજથી ગૌરીવ્રત શરૂ સાથે વહેલી સવારથી નાની બાળાઓ મહાદેવમાં પૂજા કરવા આવી પહોંચી હતી. ઉમરેઠના જાગનાથ મહાદેવ, ગૌરી વ્રતનો પ્રારંભ થયો ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું. સુંદર અને મનવાંચ્છીત પતિ મેળવવા માટે કુંવારિકાઓ દ્વારા ગૌરીવ્રત કરવામાં આવે છે. અષાઢ સુદ-૧૩,થી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે અને અનેક કુંવારિકાઓ જવેરાનુ પુજન કર્યું છે. શાસ્ત્રી રાજુભાઇ જણાવ્યું હતું કે, અષાઢ સુદ-૧૩ને થી ગૌરીવ્રતનો પ્રારંભ છે.આ વ્રત ને કુંવારિકાઓ જવેરાનુ પુજન કર્યું છે.
કહેવાય છે કે આ વ્રત સૌપ્રથમ વખત પાર્વતી માતાએ કર્યું હતું અને વ્રતના ફળ સ્વરૂપે ભગવાન શંકરની પૂજા કરે છે
 ગૌરી વ્રત પ્રારંભ (સૌભાગ્યવતી)
શાસ્ત્રોમાં જણાવ્‍યાનુસાર દીકરી શ્રદ્ધાથી પાંચ દિવસનું આ વ્રત કરે તો માં જગદંબાની કૃપાથી તેને સારું ઘર પ્રાપ્ત થાય છે. ચાતુર્માસમાં ભગવાન વિષ્‍ણુની આરાધનાનો વિશેષ મહિમા રહેલો હોય છે. ગૌરી વ્રત પાંચ દિવસનું હોય છે પૂનમના દિવસે વ્રત પૂર્ણ થયા બાદ બાળકીઓને જાગરણ કરવાનું હોય છે.

વ્રતના દિવસો દરમિયાન સવારે શંકર ભગવાન અને ગૌરી માતાનું પૂજન કરવાનું હોય છે. વાંસની ટોપલીમાં જવારા વાવવામાં આવે છે અને તેનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે.

પાંચ દિવસ ગૌરી માતાનું પૂજન કરીને જ ફળાહાર કરવાનું હોય છે. વ્રત દરમિયાન મીઠું ખાઇ શકાતું નથી. કેટલીક બાળકીઓ એક ટાઇમ જમીને પણ આ વ્રત કરે છે. પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ પાંચ બાળકીઓને ઘરે બોલાવી વ્રતના અંતિમ દિવસે જમાડવાની હોય છે.

બાળકીઓને જમાડીને તેમને સ્ત્રીઓનો શણગાર ભેટમાં અપાય છે. શિવ પુરાણમાં જણાવ્‍યાનુસાર, પાર્વતીજીએ 5 હજાર વર્ષ સુધી આ વ્રત કર્યુ છે. તે સમયે પાર્વતીજીએ શિવજીનું પૂજન પણ કર્યુ હતું. આથી આ દિવસો દરમિયાન ઓમ નમઃશિવાય મંત્રના જાપ પણ કરી શકાય છે.
ફોટો:રિતેશ પટેલ,ઉમરેઠ
SHARE

Author: verified_user

0 comments: