Tuesday, 8 June 2021

આણંદ જિલ્લા ના સોજીત્રા પંથકના નાર ગામના વતની મીનેષ પટેલ આજે ગુજરાતી ફિલ્મમાં સાથી કલાકાર તરીકે નામના મેળવી

SHARE
આણંદ જિલ્લા ના સોજીત્રા પંથકના નાર ગામના વતની મીનેષ પટેલ આજે ગુજરાતી ફિલ્મમાં સાથી કલાકાર તરીકે નામના મેળવી


આણંદ જિલ્લા ના સોજીત્રા પંથકના નાર ગામના વતની મીનેષ પટેલ  કે જેઓ  શેરી નાટક હોય અથવા ગણેશોત્સવ માં નાટક ,ડાન્સ જેવા વિવિધ  કાર્યક્રમ મા  ભાગ લઈ ને પોતાના  કલાકાર બનવાનો નો શોખ પૂરો કરતા સાથે સાથે  શુટિંગ નો અજબ શોખ હતો એટલે તેઓના પરમ મિત્ર અને સંબંધી એવા જતીન અમીન સાથે ફરતા ફરતા ગુજરાતી ફિલ્મ મા તેઓ સાથે કામ કરવા લાગ્યા ને  તેઓ એ દોઢ વર્ષ મા સારુ કામ કરી બતાવેલ ત્યારબાદ તેઓ ને કહેતો મારે  પણ ફિલ્મોમાં આગળ કામ  કરવુ છે.તો એક દિવસ તેમના શુટિંગ દરમિયાન મિનેશ પટેલને જતીન અમીને  તેમનો પરિચય ગુજરાતી ફિલ્મસર્જક એવા  હરમુખ પટેલ સાથે કરાવ્યો ને તેઓએ ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સાથે મુલાકાત કરાવી 2010ત્યારબાદ મીનેષ પટેલ ને 2011મા પહેલીવાર "એક પ્રેમ નો દિવાનો એક પ્રેમ ની દિવાની" ગુજરાતી ફિલ્મ મા એક પોલીસ નો રોલ કરેલો ત્યારબાદ  વિક્રમ ઠાકોરની બીજી ફિલ્મ  "મા બાપ ના સોગંધ" મા હીરોઇન ના ભાઈ તરીકે ત્રીજી ")રજવાડી છીએ માનભેર રહીએ" તેમજ નરેશ કનોડીયા  સાથે ચોથી "લાખો મા એક જાનુડી". ત્યારબાદ  ગુજરાતી ફિલ્મ ના ભીષ્મ પિતામહ એવા શ્રી કેશવ રાઠોડ સાથે  "સમય ચક્ર "(ધ ટાઇમ સ્લોટ)મા હીરો ના મિત્ર નો રોલ કરેલ તેમજ છઠી "સ્વાભિમાન" ફિલ્મ જે ગુજરાતી તેમજ હિંદી અને મરાઠી મા પણ થાશે .તેમજ ગુજરાતી ફિલ્મ ના ચોકલેટી સ્ટાર એવા ચંદન રાઠોડ સાથે ફિલ્મ  તેમજ  વિડીયો આલ્બમ  મા કામ કરવા નો મોકો પણ મળ્યો હતો તેમજ ગુજરાતી નામી કલાકારો સાથે કામ કરી રહયા છે અને દર્શકોના સૌના સહકાર અને પ્રેમ થી  આગળ વધતો રહીશ.અત્યારે 2018થી  વી.એમ.પ્રોડકસન શરુ કરેલ છે. આમ સામાન્ય શેરી નાટક થી ગુજરાતી ફિલમો માં સાથી કલાકારો નો સારો એવો અભિનય કરી પ્રેક્ષકો ની લોક ચાહના મેળવી છે ગુજરાતી ફિલ્મ કલાકરો ની સાથે સાથે હિન્દી ફિલ્મના ધર્મેન્દ્ર ,સની દેઓલ જેવા અનેક કલાકારો ને મળ્યા છે અને આગળ પણ સારી ફિલ્મો માં કામ કરશે તેઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ અનેક સન્માન પત્રો ને એવોર્ડ મેળવ્યા છે જ્યારે તાજેતરમાં પણ વડોદરા નજીક આવેલ સિગ્મા કોલેજ કેમ્પસ માં ગુજરાત સીને મીડિયા એવોર્ડ 20-21 માં પણ સન્માન મળ્યું હતું જે એવોર્ડમાં ભાગ લીધો હતો

વિશેષ અહેવાલ-કલ્પેશ પટેલ, આણંદ
SHARE

Author: verified_user

0 comments: