આણંદ ખાતે વામનબંધુ ફાઉન્ડેશન દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ સરકારની ગાઈડ લાઈન મુજબ સંપન્ન થયો હતો જેમાં 10 નવ યુગલો એ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
વામનબંધુ ફાઉન્ડેશનના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે કોરોના મહામારીના કારણે આઠમા સમૂહ લગ્નમાં જોડાયેલ નવયુગલોને સરકારની ગાઈડ લાઈન મુજબ પોત પોતાના ઘરે અથવા પોતપોતાની રીતે લગ્ન કરવા જણાવ્યું હતું
સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ નવ યુગલોને દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી.
વામનબંધુ ફાઉન્ડેશનના સલાહકાર સભ્ય શીતલભાઇ પટેલના નિવાસસ્થાને કરિયાવર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સલાહકાર સમિતિના સભ્યો શ્રીમતી હંસાબેન એ. ધ્રુવ, શ્રીમતિ કામિનીબેન દિલીપભાઈ પટેલ (અમરદીપ યુવક મંડળ - આણંદ), શ્રી શાંતિલાલ પટેલ (આદ્યસ્થાપક-વલ્લભ વિદ્યાનગર સિ. સિ. ફોરમ), શ્રી શંકરલાલ મંડોરા, નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર ભીખુભાઈ પ્રજાપતિ, જાણીતા એડવોકેટ શ્રી વી.એમ.શાહ, શીતલભાઇ સી. પટેલ (ગ્રામ પંચાયત સભ્ય- મોગરી)એ સહકાર આપ્યો હતો. તેમજ લાયસન્સ ક્લબ, આણંદના પ્રમુખ દિપકભાઈ કે. શાહ, સિનિયર સિટીઝન ફોરમ - આણંદના ખજાનચી શ્રી કૃષ્ણકાંત શાહએ પણ સહયોગ આપ્યો હતો.
ટિફિન સેવા - આણંદના ખંતીલા માનદમંત્રી રમેશભાઈ એન. પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કર્યક્રમમાં મોગરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી મીલનભાઇ પટેલ, સભ્ય નીતિનભાઈ સી. પટેલ, મુન્નાભાઈ, મહેશભાઈ મોટા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મીનાબેન એમ. પટેલ (લેમનકિંગ પરિવાર)એ આઠમા સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ નવયુગલોને 5-5 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ કરી આપી હતી તેમજ રોકડ રકમ આપી હતી. તેમજ ચંદ્રવદન મણીભાઈ પટેલ (કાપડિયા) ભાદરણ-USA પરિવારે તિજોરીઓનું દાન આપ્યું હતું.
સંસ્થાના પ્રમુખ દલસુખભાઈ પ્રજાપતિએ સર્વે દાતાશ્રીઓ અને સહયોગ આપનાર સર્વેનો આભાર માન્યો હતો.
0 comments: