Thursday, 10 June 2021

રમેશ ઠાકોરે આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો સાથે લોકોને પણ રસી લેવા અપીલ કરી

SHARE
રમેશ ઠાકોરે આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો સાથે લોકોને પણ રસી લેવા અપીલ કરી
આણંદ, તા. ૧૦ જુન.

સમગ્ર ગુજરાતમાં અલગ અલગ સેન્ટર પર કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો હતો. વેક્સિન લેવા માટે સરકાર તેમનાં તરફથી અપીલ પણ કરી રહી છે. સાથે સાથે ઘણા સામાજિક અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા લોક જાગૃતિ માટે પણ આગળ આવ્યા છે. અને વેક્સિન લેવા માટે અપીલ પણ કરી રહ્યા છે.  

આજરોજ રૂપિયાપુરા ગામના વતની,‌ Vibrant Multimedia IT and Web Solutions ના ચેરમેન, ટેકનોલોજીની દુનિયામાં પોતાની પ્રતિભાથી ટેકનોલોજીના માસ્ટર ગણાતા, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી વડે અલગ ઓળખ બનાવનાર અને સારા સમાજસેવક, શ્રી રમેશભાઈ ઠાકોર અને તેમના પરિવારના તમામ સભ્યોએ આજે સિમરડા PHC સેન્ટર ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો અને તેમણે લોકોને નમસ્કાર ગુજરાત ન્યૂઝના માઘ્યમથી જણાવતા કહ્યું છે કે લોકોમાં જે રસી બાબતે ખોટી અફવાઓ, માન્યતાઓ ફેલાયેલી છે તેના તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. કોરોનાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે, તેથી પોતાની વારી આવે ત્યારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી રસી અચુક મુકાવવા અપીલ કરી.

અહેવાલ - કલપેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: