લાયન ક્લબ ઓફ બરોડા વિશ્વામિત્રી નુ ગૌરવ લાયન રેખા પટેલ જેઓ એક ફેશન ડિઝાઈનર ને ડિસ્ટ્રિક્ટ મા ડી.સી. કલ્ચર એંડ ફેશન ઈવેન્ટનુ પદ શોભાવી રહ્યા છે
વડોદરાના ફેશન ડિઝાઈનર રેખા પટેલે કોરોના કાળમાં તેમની અનોખી ક્રિએટિવિટી દર્શાવીને 'ઈન્ડિયા બૂક ઓફ રૅકોર્ડ 2021' માં પોતાનો અનોખો રેકોર્ડ હાસિલ કર્યો છે. ફેશન ડિઝાઇનર રેખા પટેલે ગત નવમી મેએ મધર્સ ડે ના દિવસે તેમના મોમ એંડ મી કલેક્શનના 80 મેચીંગ ડ્રેસીસના કલેક્શનનો ક્લેમ 'ઈન્ડિયા બૂક ઓફ રૅકોર્ડ 2021' માં કર્યો હતો. રેખા પટેલ તેમની દીકરી જીલ પટેલ સાથેનાં 80 મેચીંગ ડ્રેસનુ એક અનોખુ કલેક્શનને રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યુ છે જે બરોડા માટે ખુબ જ ગૌરવની વાત છે. આ રૅકોર્ડ સાથે ફેશન ડિઝાઈનર રેખા પટેલે પોતાની દીકરી જીલ માટેનો પ્રેમ દર્શાવ્યો છે. સાથે સાથે ફેશન ડિઝાઇનર ની એક આગવી ઓળખ દર્શાવી છે. તેમના આ 80 મેચીંગ ડ્રેસમાં ઇંડિયન, વેસ્ટર્ન તથા ઇન્ડો-વેસ્ટર્ન કલેક્શનનો સમાવેશ થાય છે.
સંકલન-કલ્પેશ પટેલ,વડોદરા
0 comments: