Wednesday, 26 May 2021

ખેડા જિલ્લાના ઉતરસંડા ખાતેહેઝાકલીન બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ (ઉતરસંડા) શ્રી ઘનશ્યામ પેથોલોજી લેબોરેટરી એન્ડ બલ્ડ બેંક (આણંદ) ના માલિક ડો.જે.ડી.પટેલ દ્વારા ઉત્તમ કામગીરી કરીને સ્વચ્છ ભારત સ્વસ્થ્ ભારત ને સિદ્ધ કરવા મા આવ્યુ.

SHARE
ખેડા જિલ્લાના ઉતરસંડા ખાતે
હેઝાકલીન બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ (ઉતરસંડા) શ્રી ઘનશ્યામ પેથોલોજી લેબોરેટરી એન્ડ બલ્ડ બેંક (આણંદ) ના માલિક ડો.જે.ડી.પટેલ દ્વારા ઉત્તમ કામગીરી કરીને સ્વચ્છ ભારત સ્વસ્થ્ ભારત ને સિદ્ધ કરવા મા આવ્યુ.

-કોરોના ના દર્દીઓ ને પ્લાઝમા થેરાપી મળવાથી ફાયદો થાય છે -ડો.જે ડી પટેલ
હાલ ની કોરોના ની સ્થિતિમા જયારે દવાખાનામાં પેશન્ટ ની સંખ્યા વધારે છે ત્યારે બાયો મેડીકલ વેસ્ટ પણ વધારે જ નીકળવાનો , આ બાયોમેડીકલ વેસ્ટ ને ગમે ત્યાં નિકાલ નહિ કરતા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ધ્વારા માન્યતા મેળવેલ છે બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ ના મેમ્બર રાજ્ય ની તમામ હોસ્પિટલ ,પેરામેડીકલ સંસ્થા, લેબોરેટરી ,બલ્ડબેન્ક બને છે અને ત્યા નિકાલ કરવામાં આવે છે.
આવી જ એક બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ એટલે હેઝા કલીન બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ ઉત્તરસંડા, નડિયાદ ખાતે આવેલ છે. ડૉ.જે ડી પટેલ ના જણાવ્યા અનુસાર 15 બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ છે. જેમાં હેઝાક્લીન બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ ખેડા,આણંદ, મહીસાગર જીલ્લા ની હોસ્પિટલ , પેરામેડીકલ હોસ્પિટલ ,શૈક્ષનીક સંસ્થા ,લેબોરેટરીમાં તથા બલ્ડ બેંક માંથી બાયોમેડીકલ વેસ્ટ યુનિટ ના બંધ બોડીના ટેમ્પા મા સ્ટાફ ધ્વારા કલેક્ટ કરવામાં આવે છે .કોરોના મા સ્ટાફ ડબલ માસ્ક, ફેસ શીલ્ડ, હેન્ડગલોવજ પહેરીને કલેકટ કરે છે .વેસ્ટ રસ્તા મા કયાંય પડે નહીં તેના માટે યલોબેગ ,રેડબેગ, બલ્યુબેગ,બ્લેક બેગ,ને પ્લાસ્ટિક થી લોક કરી દેવામાં આવે છે.
બંધ બોડી ના ટેમ્પામા બાયોમેડીકલવેસ્ટ ઉતરસંડા ખાતે લાવવામાં આવે છે.અને ત્યા વેસ્ટ છુટો પાડી ને ઈનસીનરેટ કરવામાં આવે છે. દરેક ટેમ્પા ને વોસ કરીને સેનીટાઇઝ કરવામાં આવે છે. અત્યંત આધુનિક ટેક્નોલોજીથી ઈનસીરેટ બનાવવામાં આવ્યા છે. વોટર સક્રબર ના લીધે એષ સક્રબર મા જમા થાય છે અને હવા મા ફકત ગેસ જાય છે 100 ફુટ ઉચી ચીમની ધ્વારા અને તેના ઝીરો પોલ્યુશન હોય છે પ્લાન્ટ ની આજુબાજુના 2000 નીલગીરી ના વૃક્ષ વાવવા મા આવ્યા છે .તેના લીધે ગ્રીન ઝોન ધ્વારા હવા મા આકસિજન પુષ્કળ રહે અને પોલ્યુશન નહિવત. ઓનલાઈન મોનીટરીંગ સીસ્ટમ દ્વારા જી.પી.સી.બી (નડિયાદ, દિલ્હી, ગાંધીનગર) દ્વારા કાર્બન ડાયોક્સાઇડ તથા ઝેરી વાયુ નુ નિયંત્રણ કરવા મા આવે છે.
હાલ આ યુનિટ મા 25 થી વધારે વ્યક્તિ કામ કરે છે.અને ડબલ શીફટ મા કામ કરે છે. તેઆેનુ સુરક્ષા નુ ધ્યાન ડો.જે ડી પટેલ અંગત રીતે લે છે અને આ કોરોના ના સમય મા પણ બધા જ કર્મચારી આે સુરક્ષિત છે તે ધન્યવાદ ને પાત્ર છે . માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ગ્રીન ગુજરાત કલીન ગુજરાત ના સ્લોગન ને સાથઁક  કરે છે..
કોરોના ના દર્દીઓ ને પ્લાઝમા થેરાપી મેળવાથી ફાયદો થાય છે તેવુ ડો.જે ડી પટેલ જણાવ્યુ છે .કોરોના ની વેકસીન લેતા પહેલાંનવયુવાનો બલ્ડ ડોનેટ કરે તે માટે પણ ડો.જે .ડી પટેલ વિનંતી કરે છે કોરોના। થયો હોય અને રીકવર થયા ના 28 થી 4 મહીના ની વચ્ચે કોઈ પણ વ્યક્તિ જેનુ વજન 50 કિલોગ્રામ થી વધુ  હોય અને ઉંમર 18 થી 60 ની વચ્ચે હોય અનેે  હિમોગ્લોબીન 12.5   mg/dl  થી વધારે હોય એ વ્યક્તિ બલ્ડ ડોનેટ કરી ને તેના પ્લાઝમા થી 2 વ્યક્તિ ને સાજા થવામા મદદરૂપ બની સકે બ્લડ જ અેક અેવી વસ્તુ છે જેના માટે માણસે બીજા માણસ ઉપર નિર્ભર થવુ પડે તે ફેકટરીમાં બનતુ નથી તેથી દરેક વ્યક્તિ અે બ્લડ ડોનેટ કરવુ જ જોઈએ.
ડૉ.જે. ડી. પટેલ દ્વારા સમાજ મા ઉપયોગી એવી બે સંસ્થા નું ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે તે અભિનંદન ને પાત્ર છે. 
ડૉ.જે. ડી.પટેલ તેમના સ્ટાફ નો દિલ થી ખૂબજ આભાર  વ્યકત કરે છે. આવા કપરા સમયમાં પણ રેગ્યુલર રહીને કાર્ય કરવા બદલ આ કોરોના વોરીયર  ને અભિનંદન પાઠવે છે. 
આપણે ડબલ માસ્ક, સોસિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. 
ચાલો સાથે મળીને ને કોરોના ને માત આપીએ.


વિશેષ અહેવાલ :કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: