Wednesday, 26 May 2021

આણંદ જિલ્લા ભાજપ મીડિયા ટીમની મધ્યઝોન અગ્રણીઓની ઉપસ્થિતિમાં માર્ગદર્શક બેઠક સંપન્ન

SHARE
આણંદ જિલ્લા ભાજપ મીડિયા ટીમની મધ્યઝોન અગ્રણીઓની ઉપસ્થિતિમાં  માર્ગદર્શક બેઠક સંપન્ન

ભારતીય જનતા પાર્ટીના મીડીયા સેલના મધ્ય ગુજરાતના પ્રવક્તા માન. ડો.જ્યોતિબેન પંડ્યા, કન્વીનર સત્યેનભાઈ કુલાબકર, સહ કન્વીનર રાજેશભાઇ પરીખની ઉપસ્થિતિમાં માર્ગદર્શક બેઠક યોજાઇ હતી. ભાજપની પ્રદેશ મીડીયા ટીમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બેઠકમાં આણંદ જિલ્લાના મીડિયા ટીમ દ્વારા ભાજપના આગામી કાર્યક્રમો અને વિચાર ધારાના પ્રચાર પ્રસાર માટે વિચાર વિમર્શ કરાયો હતો.

આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આણંદ જિલ્લા મીડિયા વિભાગની પરિચય બેઠક દરમિયાન  વિવિધ મુદ્દાઓ આધારિત ચર્ચાઓ કરાઈ  હતી. આ બેઠકમાં મધ્ય ગુજરાતના પ્રવકતા ડો.જ્યોતિબેન પંડ્યાએ મીડિયા વિભાગની ટીમને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સેવા એ જ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યારે આણંદ જીલ્લા ભાજપની મીડિયા ટિમ જ્ઞાન વિજ્ઞાનથી વધુ સમૃદ્ધ બને અને આવનારા સમયમાં લોકો સુધી પક્ષ અને સરકારની કામગીરી સચોટ રીતે પહોંચે તે જરૂરી છે તેનું હોમવર્ક આ પ્રકારની બેઠકોથી પૂરું પાડવામાં આવે છે. કોરોનાકાળમાં આણંદ જિલ્લા ભાજપ અને તેની મીડિયા ટિમ દ્વારા થયેલી કામગીરીને બિરદાવાઈ હતી.
આ પ્રસંગે મધ્ય ઝોન કન્વીનર સત્યેનભાઈ કુલાબકરે જિલ્લા તથા તાલુકા ટીમની સંરચના બાબતે વિગતો મેળવી હતી અને આવનારા સમય માટે ડિબેટ ટિમ તૈયાર કરી તેને વિવિધ રાજકીય પ્રશ્નો અને પ્રજાલક્ષી સમસ્યાઓ માટે તૈયાર રહેવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આણંદ જિલ્લાના પ્રભારી અમીતભાઈ ઠાકર
 દ્વારા પણ બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું
આ પ્રસંગે મધ્યઝોન પ્રવક્તા  જ્યોતિબેન પંડ્યા  રાજેશભાઇ   પરીખ, આણંદ જિલ્લાના પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી મયુરભાઈ સુથાર, મહામંત્રી નિરવભાઈ અમીન , સત્યેનભાઈ આણંદ મીડીયા ટીમના સુકાની કન્વિનર લાલજીભાઈ પાનસુરીયા સહિત સમગ્ર ટીમના સભ્યો ઉપસ્થિત રહયા હતા
SHARE

Author: verified_user

0 comments: