ચકલાસીના નગરજનોની વ્હારે ડૉ. પારૂલ રાજેશ શાહ...
ચકલાસીના વતની ખેડૂત અને વ્યવસાયે સર્જન તથા ‘દવા અને દાવા વિનાની દુનિયા’ ના સ્વપ્નદૃષ્ટ અને ફેડરેશન ઈન્ટરનેશનલ લો, મેડીસીન, એથીક્સ અને ઈનોવેશનના સંસ્થાપક પ્રમુખ ડૉ. રાજેશ સી. શાહ દ્વારા ચકલાસીના જરૂરિયાતમંદ નગરજનોને કોરોનાના કપરાકાળમાં મદદરૂપ થવાના શુભ આશયથી રેશન કીટ, ઘઉંનો લોટ, દાળ, ચોખા, તેલ પ્લાસ્ટિક ડોલ, માસ્કનું વિતરણનો કાર્યક્રમ તા. ૨૮-૦૫-૨૦૨૧ના રોજ શંકરાચાર્ય આશ્રમ ચકલાસીના પવિત્ર પરિસરમાં સંપન્ન થયો. ૭૦થી વધુ નગરજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન ખેડા જિલ્લાના પનોતાપુત્ર અને ગુજરાત વિધાનસભાના દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ વિનુભાઈ દેસાઈના હસ્તે ચકલાસી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન સિધ્ધરાજભાઈ વાઘેલા, ઉપપ઼મુખ રાજેશ ભાઈ વાઘેલા ,શહેર ભાજપ પ્રમુખ રામાંભાઈ શહેર મંત્રી રઈજીભાઈ ચકલાસી શહેર ઈનચાર્જ પ઼જ્ઞેશભાઈ પારેખ , સભ્ય શ્રીઓ, મુખ્ય વહીવટી અધિકારી યોગેશભાઈ ગણાત્રાની ઉપસ્થિતિમાં થયો. સહેલી ગ્રુપના સ્થાપક, લાયન્સ ક્લબ ઓફ કર્ણાવતી ડીઝાયર અને ફિક્કી ક્લોના સભ્ય શ્રીમતી ડૉ. પારૂલ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કર્યું હતું. હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટી.ના ચેરમેન ડૉ. નીતિન સુમંત શાહ, શ્રીમતિ નિર્મલાબેન પ્રહલાદરાય બંસલ, શ્રીમતી સુધાબેન વિનીતભાઈ અગ્રવાલ, ચંદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ સાપડ્યો.
આ પૂર્વે લાયન્સ ક્લબ ડીસ્ટ્રીક્ટ ૩૨૩૨બી૨ના ઝોન ચેરપર્સન શ્રીમતી ડૉ. પારૂલ રાજેશ શાહ દ્વારા ધોળકાના ત્રાસંદ અને પીસાવાડામાં તા. ૨૧-૫-૨૧ ના રોજ આજ પ્રકારે કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપરોક્ત બંને કાર્યક્રમોમાં માસ્ક વિતરણ ફિક્કી ફ્લોના પ્રમુખ શ્રીમતી નંદીનીબેન મુન્શા અને ભૂ.પૂ.પ્રમુખ અજનીબેન દુઆનો સરાહનીય સહયોગ સાપડ્યો.
ચકલાસી નગર ખાતે નગરજનોની સેવામાં નગર પાલિકામાં પ્રમુખ શ્રીમતી સંગીતાબેન સિદ્ધરાજભાઈ વાઘેલાની આગેવાનીમાં ઉભા કરાયેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ શ્રીમતી ડૉ. પારૂલ રાજેશ શાહ અને ઈન્ટરનેશનલ કોલેજ ઓફ સર્જન્સના ભૂ.પૂ.પ્રમુખ ડૉ. રાજેશ ચંદુલાલ શાહે પૂરેપૂરો સાથ અને સહકાર આપવાની જાહેરાત કરી હતી આ કર્યક્રમમાં સંતરામ મંદિર ચકલાસી ના મહંત રામેશ્વર દાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા
અહેવાલ-કલ્પેશ પટેલ,આણંદ
0 comments: