Saturday, 17 April 2021

કપડવંજ નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન વી પટેલ ની જાહેર અપીલને માન આપીને શહેરના તમામ બજારો તથા લારી ગલ્લાઓ આજે બપોર પછી સદંતર બંધ

SHARE
કપડવંજ નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન વી પટેલ ની જાહેર અપીલને માન આપીને  શહેરના તમામ બજારો તથા લારી ગલ્લાઓ આજે બપોર પછી બંધ રાખવામાં આવ્યા હતા કપડવંજના નગર પ્રમુખ મોનિકા બેન પટેલ ચીફ ઓફિસર સાવન કુમાર ર તા ણી તથા પૂર્વ પ્રમુખ પિન્ટુ ભાઈ સોની તથા તમામ નગરસેવકો સાથે શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર કોરોના મહામારી ને અટકાવવા તથા તેની શૃંખલા તોડવા માટે બંધ તમામ બજારો બંધ રાખવા નગરજનોને અપીલ કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેને સફળ પ્રતિસાદ મળ્યો હતો કપડવંજ આઝાદ ચોક કુંડવાવ તથા મીના બજાર એસટી સ્ટેન્ડ તથા કુબેર ચોકડી અને ટાઉનહોલ વિસ્તાર કેજે વ્યાપાર ધંધા થી ધમધમતો રહેતો હોય છે તે વિસ્તારની દુકાનો આજે બપોર પછી બંધ રહેલી જોવા મળી  હતી સમગ્ર રેલી દરમિયાન કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત રહ્યો હતો અને તેની સાથે રેવન્યુ સત્તાવાળાઓએ પણ સહયોગ આપ્યો હતો નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવેલ અપીલ અનુસાર આજે શનિવાર તારીખ 17 4 21 બપોરથી સોમવારે તારીખ 19 4 21 ની સવાર સુધી આ અપીલ અનુસાર દરેકની સ્વેચ્છાએ  lockdown અમલમાં રહેશે અને ત્યારબાદ પણ જ્યાં સુધી સૂચના ના આપવામાં આવે ત્યાં સુધી બપોરના ત્રણ વાગ્યા પછી સ્વૈશ્વિક lockdown ને સૌ વેપારીઓને અને લારી ગલ્લાવાળાઓને સહયોગ આપવા  અનુરોધ કરવામાં આવ્યો હતો અલબત્ત આવશ્યક ચીજ વસ્તુઓ ના વેચાણ ઉપર આ પ્રતિબંધ રાખવામાં આવશે નહીં તેની જાહેરાત પણ કરવામાં આવી હતી કપડવંજ નગરપાલિકા સત્તાવાળાઓએ આ તબક્કે ચીમકી પણ ઉચ્ચારી હતી કે આ પ્રજાકીય સેવાની પ્રક્રિયામાં જે કોઈ સાથ અને સહકાર નહી આપે અને કોરોના ની લડત સામે સરકારી નીતિ નિયમો નહિ અનુસરે તો તેવા અનિષ્ટો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તેને અનુલક્ષીને તમામ વ્યાપારીઓએ નગરપાલિકાની આ અપીલ ને અનુસરવા સહયોગ આપવા સંમતિ આપી હતી
--કીર્તન પરીખ,કપડવંજ
SHARE

Author: verified_user

0 comments: