Saturday, 17 April 2021

શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં સાહિત્યકાર ખોડાભાઈ એ 'વિશ્વ હાઈકુ દિવસ' ની ઉજવણી કરી

SHARE
શ્રી એમ.એન.પટેલ પ્રા.શાળામાં સાહિત્યકાર ખોડાભાઈ એ 'વિશ્વ હાઈકુ દિવસ' ની ઉજવણી કરી
-----------------------------------
  ૧૭ માર્ચ એટલે 'વિશ્વ હાઈકુ દિવસ' સાહિત્ય રસિકો અને સાહિત્ય પ્રેમીઓ દ્વારા સમગ્ર વિશ્વમાં આ દિવસને ઉજવવામાં આવે છે. સાહિત્ય જગતમાં વાર્તા,બાળવાર્તા,ગીત, લોકગીત,કાવ્ય,બાળકાવ્ય,શ્લોક,દોહા,છંદ,ચોપાઈ,લઘુ કાવ્ય,લઘુકથા,સુભાષિત જેવા અનેક પ્રકાર છે.એમાંનો એક પ્રકાર એટલે 'હાઈકુ'.
  સાહિત્યના આ નોખાં સ્વરૂપને ૧૭ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં 'વિશ્વ હાઈકુ દિવસ' ઉજવવામાં આવે છે. કડીના જાણીતા સાહિત્યકાર લોકકલાકાર અને શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ખોડાભાઈ દ્વારા 'વિશ્વ હાઈકુ દિવસ' ની ,ઉજવણી કરવામાં આવી જેમાં 'હાઈકુ' ની સમજ આપવામાં આવી હતી.સ્ટાફમિત્રો દ્વારા પણ 'હાઈકુ' રજૂ કરવામાં આવ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ
SHARE

Author: verified_user

0 comments: