Sunday, 25 April 2021

ચરોતર ક્રોશેટ ક્વીન્સ દ્વારા ક્રોશેટથી ટીસ્યુ બોક્સ કવર બનાવવામાં આવ્યુ.

SHARE
ચરોતર ક્રોશેટ ક્વીન્સ દ્વારા   ક્રોશેટથી ટીસ્યુ બોક્સ કવર બનાવવામાં આવ્યુ.

         ચરોતર ક્રોશેટ ક્વીન્સ (ગુજરાત, રાજસ્થાન,મધ્ય પ્રદેશ)ના  ડાયરેક્ટરશ્રી કોમલ નિરંજનભાઇ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ તેમજ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સહ ડાયરેક્ટરોની પહેલથી આ  કાલ કરવામાં આવેલ.જેમા ક્રોશેટથી ટીસ્યુ બોક્સ કવર ( ક્રોશેટ  હુક અને ઉન ) બનાવવામાં આવ્યુ.  

          આ  થીમ રાખવાનું સૂચન  અને તેની ડિઝાઇનનો વિડિયો ભારતી પટેલએ આપેલ. આ  વિડિયો ભારતી દૈયાએ whatsapp ગ્રુપમાં મૂકયો. સભ્યોએ  ક્રોશેટથી બનાવેલ ટીસ્યુ બોક્સ કવરના ફોટા   ભારતીબેન  દૈયા દ્વારા CCQ facebook ગ્રુપમાં મુકવામાં આવ્યા . 

         આ કાલમાં  કોમલ નિરંજનભાઇ પટેલ, કેતકી શાહ, ભારતીબેન પટેલ ,ડૉ. અમિતા દવે, મુગ્ધા કેલકર , અશ્વિની ટોકે , રસીકા ચૌહાણ, મીતા મિસ્ત્રી અને શ્રદ્ધા મિસ્ત્રીએ ભાગ લીધો હતો. 

          ચરોતર ક્રોશેટ ક્વીન્સ નું ગ્રુપ  કોરોનાના સમય દરમિયાન ઘરમાં રહીને સમયનો સદુપયોગ થાય તેમજ   પોતાના હાથે બનાવેલ ક્રોશેટથી  ટીસ્યુ બોક્સ કવર ઘરમાં ઉપયોગી થાય તેમજ ભેટ આપી શકાય તેવા હેતુથી આ કાલ કરવામાં આવેલ.
SHARE

Author: verified_user

0 comments: