Sunday, 25 April 2021

જેસીરેટ વિંગ ઓફ jci બરોડા અલકાપુરી ના ચેર પર્સન શ્વેતા શાહ અને ટીમ દ્વારા આ કોરોનાની મહામારી માં જ્યારે ઓક્સિજન ની અછત વર્તાઈ રહી છે ત્યારે એપ્રિલ મહિનામાં *એપ્રિલ ફૂલ ની જગ્યા એ એપ્રિલ કુલ* કરી પોતાના ઘરની, ઓફિસની કે સ્કૂલની આજુબાજુ વૃક્ષોનું વાવેતર તરવાની એક અનોખી કોમ્પિટિશન આયોજીત કરવામાં આવી હતી.

SHARE
જેસીરેટ વિંગ ઓફ jci બરોડા અલકાપુરી ના ચેર પર્સન શ્વેતા શાહ અને ટીમ દ્વારા આ કોરોનાની મહામારી માં  જ્યારે ઓક્સિજન ની અછત વર્તાઈ રહી છે ત્યારે એપ્રિલ મહિનામાં *એપ્રિલ ફૂલ ની જગ્યા એ એપ્રિલ કુલ* કરી પોતાના ઘરની, ઓફિસની કે સ્કૂલની આજુબાજુ વૃક્ષોનું વાવેતર તરવાની એક અનોખી કોમ્પિટિશન આયોજીત કરવામાં આવી હતી. તેમાં  ચીફ ગેસ્ટ તરીકે પ્રકૃતિપ્રેમી Jcrt શિલ્પા શાહ  ( past Chair person) રીઝલ્ટ વખતે હાજરી આપી ને વૃક્ષો જરૂર ઉગાવા જોઈએ એવી દરેકને સલાહ આપી હતી.
જજ તરીકે Jc HGF વૈશાલી શાહ એ ફરજ બજાવતા શ્વેતાબેન તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
વિજેતા *તેજલ શાહ , સેજલ પરીખ , બીના શેઠ* તેમજ જેને *50 વૃક્ષોનું વાવેતર કર્યું એવા માનસી પટેલ* અને જેમને 49 વૃક્ષોનું વાવેતર કર્યું એવા *પાયલ સુથાર* બેન ને શુભેચ્છા પાઠવી હતી..
આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર નાના નાના બાળકોને જે આપણા દેશનું ભવિષ્ય છે તેમને તેમના સારા કાર્યો માટે  સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રતિયોગિતા રાખવાનો તાત્પર્ય એ જ હતો કે ગરમી સામે રક્ષણ અને ઓક્સિજન વધારે પ્રમાણમાં મળી રહે અને આપણું પર્યાવરણ ને સુરક્ષિત રહે એવા વિચાર સાર્થક કરવા આ પ્રતિયોગિતા રાખવામાં આવી હતી.
આ સાથે ભાગ લેનાર દરેકે દરેક પાર્ટિસિપન્ટ્સ નો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમને પર્યાવરણ માટે એમનો કંઈક ફુલ નહિ તો ફુલની પાંખડી જેવો ફાળો આપ્યો.


શ્વેતા શાહ
Jcrt Chairperson.
SHARE

Author: verified_user

0 comments: