Monday, 29 March 2021

ભારત વર્ષની પ્રાચીન સંસ્કૃતિની વૈદિક ગરિમા માર્કેટયાર્ડ વિસ્તારમાં ગીતા સોસાયટી ગોધરા ખાતે વૈદિક હોળી પ્રાગટ્ય

SHARE
ભારત વર્ષની પ્રાચીન સંસ્કૃતિની વૈદિક ગરિમા આજે માર્કેટયાર્ડ વિસ્તારમાં ગીતા સોસાયટી ગોધરા ખાતે વૈદિક હોળી પ્રાગટ્ય ના માધ્યમ દ્વારા આયોજક ગીતા સોસાયટીના રહીશો ઇન્દુભાઇ પરમાર મહેન્દ્ર ભાઈ  નાગર ગોપાલ બારોટ ઈલુ રાઠોડ તથા સોસાયટી સદસ્યોએ સોસાયટી અને આજુબાજુના અનેક માણસો આ વૈદિક હોળી ના  રચનાત્મક વિચારના કાર્ય ને જોવા માટે અને એનો આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ક્ષેત્રોમાં થી ઉમટી પડ્યા આ વૈદિક હોળી માં ગાયના છાણ દ્વારા બનાવવામાં આવેલ લાંબી સ્ટીક ગાયનું ઘી મોટી સંખ્યામાં કપૂર તથા નારિયેળ સૂકા કોપરા તથા જરૂરિયાત આબાના જ તદ્દન  સૂકા લાકડા દ્વારા ખૂબ સુંદર રીતે ખૂબ જ અદભુત આ હોળી મહોત્સવ ગોધરા શહેરમાં પ્રેરણાદાયી બાબત બની ગઈ જેમાં અનેક લોકો ખુબ જ મોટી સંખ્યામાં સોશિયલ distance સાથે અને માસ્ક પહેરીને દર્શન માટે પધાર્યા હૃદયના શુભ ભાવથી વૈદિક હોળી ના આયોજન બદલ શુભાશિષ પાઠવતા ગયા જે આયોજક મિત્રો માટે ખૂબ જ પ્રોત્સાહક બાબત બની.. વૈદિક પૂજન પણ ગાયત્રી પરિવાર ગોધરા  વરિષ્ઠ કાર્યકર્તા ઈન્દુભાઇ પરમાર દ્વારા એટલે કે   લાયન્સ ક્લબ ઓફ ગોધરા ના પૂર્વ પ્રમુખ *ઈન્દ્રવદન પરમાર* ના સાનિધ્યમાં તેમના વિના મૂલ્યે  ધર્મ કાર્ય ના વિશેષ આ સહકારથી ખૂબ સુંદર રીતે વૈદિક રીતે હોળીના વિધિ-વિધાન સાથે સંપન્ન વિશેષ નૃસિંહ અવતારના મહામંત્ર સાથે લયબઘ્ધ તાલબધ્ઘ સંગીતમય સાથે ખૂબ સુંદર રીતે વૈદિક વિનામૂલ્ય નિશુલ્ક વિધિ સંપન્ન કરવામાં આવી જે સમગ્ર પંચમહાલ જિલ્લા માટે ખૂબ જ મોટી પ્રેરણાદાયી ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરાની આ વાત કહી શકાય જે નોંધ લેવા જેવી બાબત છે....🙏🙏🙏
SHARE

Author: verified_user

0 comments: