Monday, 29 March 2021

છઠ્ઠા વર્ષે અને કાળમુખી કોરોનાના કહેર વચ્ચે પણ જરૂરતમંદોના બાળકોમાં હોળીના તહેવારની ખુશીની લ્હેર લાવતું માનવતા કેમ્પેઇન

SHARE
*છઠ્ઠા વર્ષે અને કાળમુખી કોરોનાના કહેર વચ્ચે પણ જરૂરતમંદોના બાળકોમાં હોળીના તહેવારની ખુશીની લ્હેર લાવતું માનવતા કેમ્પેઇન"*  

તાજેતરમાં ઝડપભેર પ્રસરેલી કોરોના મહામારીને કારણે, શહેરના પૂર્વ વિસ્તારના શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદ પરિવારો અને તેમના બાળકોમાં પણ હોળી જેવા તહેવારને મનાવવાનો ઉત્સાહ મરી પરવારેલો જણાતો હતો. શહેરની સેવાભાવી સંસ્થા માનવતા કેમ્પપેઇન ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક મમતા બેન શાહે જણાવ્યું હતું કે, આથી, તેઓ અને તેમની ટીમે છેલ્લા એક અઠવાડિયાથી કોવિડ મહામારી અંગે સરકારશ્રીની ગાઈડલાઈનનું શ્રેષ્ઠતમ પાલન કરવા સાથે, શહેરના પૂર્વ ભાગમાં આવેલા વિવિધ વિસ્તારના શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદોના લગભગ ૫૦૦ ઉપરાંતના પરિવાર અને તેમના બાળકો સુધી પહોંચી ધાણી, ચણા અને ખજૂર વિ.ના પેકેટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના લીધે અનેક પરિવારજનો તથા તેમના બાળકોના ચહેરા પર ખુશાલી વરતાતી જોવા મળી હતી. જો કે, આ ભગીરથ કાર્ય સંસ્થા દ્વારા છેલ્લા છ વર્ષથી સતત ચાલી રહ્યું છે અને લોકોનો આવો જ સાથ સહકાર મળતો રહેશે તો ભવિષ્યમાં પણ વધુ ફેલાવા સાથે ચાલુ જ રહેનાર છે, એમ તેમણે ઉમેરતા જણાવ્યું હતું.
સંકલન-કલ્પેશ પટેલ 
SHARE

Author: verified_user

0 comments: