વડોદરાની સામાજિક સેવાકીય સંસ્થા તરીકે જાણીતી બનેલી માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહ દિવાળી સંદર્ભે સંસ્થા બાબતે જણાવ્યું હતું કે, માનવતા કેમ્પેઇન દ્વારા સ્લમ વિસ્તારની વિધવા બહેનો માટે "ખુશીયો ની વહેચણી કાયૅક્રમ રાખી તહેવાર ની શરૂઆત કરવામાં આવી.તાજેતરમાં કોરોના મહામારી ને અનુલક્ષીને જાહેરમ સરકારી ધારાધોરણો ને અનુસરવા સાથે આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો.આમાં 80 જરૂરીયાતમંદ બહેનો ને બે રાઉન્ડ મા વાહનમાં ઘર આગણે લાવી એમને મિષ્ટાન સાથે નું ભોજન પેકીંગ મા આપવામાં આવ્યું સાથે સાથે નવી સાડી, નાહવાનો રુમાલ,અનાજની કીટ,ફરસાણ-મિઠાઈનુ નું પેકેટ, કુકીઝ અને ઘણી જીવન જરૂરીયાત ની વસ્તુઓ આપી એ દરેક મહીલાઓ સારી રીતે તહેવાર ઊજવી શકે એવી છેલ્લા 4 વષૅથી આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવે છે.
0 comments: