Namskar Gujarat: મનથી લખતાં મનોજભાઈ પ્રજાપતિ મન આટલી નાની ઉંમરે ને ટૂંક જ સમયમાં એટલે કે, ૧ જ વર્ષમાં આજે ઉત્તર ગુજરાતનાં જાણીતા લેખક એન્કર અને ગીતકાર તરીકે નામના મેળવી છે. અમદાવાદ જીલ્લાનાં નાનાં એવાં ગામ સુજપુરા નાં વતની છે. હાલમાં કડી ખાતે રહે છે. તેમનો શ્રી ચુંવાળ ૪૨ પ્રજાપતિ સમાજ છે.
રિધમ રેકોર્ડિંગ સ્ટુડિયોથી ગીતો લખવાની શરૂઆત કરી ને ઘરનાં પરિવાર, સમાજ અને બધાનાં આશિર્વાદથી એક જ વર્ષમાં ૪૦ જેટલાં ગીતો લખ્યાં. જેમાંથી ૩૦ જેટલાં યુટ્યુબ પર રિલીઝ થઈ ચૂક્યાં છે. એમની લખવાની અને બોલવાની કળાથી તેઓ ઘણી પ્રસિધ્ધિ મેળવી ચુક્યાં છે. મનોજભાઈ ને અલગ-અલગ સ્પર્ધામાં ૩૫ થી વધારે એવોર્ડ્સ મળી ચૂકયાં છે.
રાખડીનો નથી કોઈ મોલ, માં ઉમિયાનો અવસર, યાદ આવે તારી, હા અમે ગુજરાત પોલીસ, તમે મરી જશો પણ એ નહીં રડશે, સફર જીંદગી નો સાથ, એક હસે ને એક રડે છે, અમે મહોબ્બત નાં માર્યા વગેરે જેવા અનેક ગીતો સુપરહિટ ગયા છે. વિનય નાયક, કિશન પ્રજાપતિ, મયંક પ્રજાપતિ, જયદીપ પ્રજાપતિ, ભાવિક બારોટ, સિધ્ધિ યોગી વગેરે જેવા પ્રખ્યાત લોકગાયકોએ એમનાં લખેલાં ગીતોનો અવાજ આપ્યો છે. મનોજભાઈ પ્રજાપતિ ને સોશિયલ મિડિયામાં પોતાના વિચારો રજૂ કરવા ગમે છે. જેને લોકો વધાવે પણ છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ વગેરે જગ્યાએ મનોજ પ્રજાપતિ મન નામથી એમને સાંભળી શકાય છે.
0 comments: